Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

લવ જેહાદ મામલે દાહોદ હિન્દૂ સંગઠન અને દરજી સમાજ દ્વારા જિલ્લા પોલીસવડાને આપ્યું આવેદન

કડાણાની યુવતીને કસબનો મુસ્લિમ યુવક ભગાડી જવા અંગે રજૂઆત

મહિસાગર જિલ્લાના કડાણાની યુવતીને ઝાલોદના કસ્બા વિસ્તારનો મુસ્લીમ યુવક ભગાડી જતા દાહોદ હિંદુ સંગઠન અને દરજી સમાજ દ્વારા આરોપીને પકડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી રોષ પ્રગટ કર્યો હતો

  આ અંગેની વિગત મુજબ તાજેતરમાં વડોદરામાં ફીજીયોથેરાપીનો અભ્યાસ કરી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દરજી સમાજની યુવતીને ઝાલોદના કસ્બા વિસ્તારમાં રહેતો અને વડોદરામાં જ અભ્યાસ કરતો મુસ્લીમ સમાજનો અરબાઝ ખાન પઠાણ લવજેહાદનું ષડયંત્રના ભાગ રૂપે યુવતીને ભગાડી ગયો છે. જે યુવતીનો હજી સુધી કોઇ પત્તો ન લાગતા દાહોદ વિશ્વ હિંદુ પરીષદ, ગૌ રક્ષક તેમજ દરજી સમાજ અને આગેવાનો તેમજ મહીલાઓ મોટી સંખ્યામા જોડાઇ અને આરોપી યુવક અરબાઝ ખાનને પકડવા અને હિંદુ યુવતીને તેના માતા-પિતાને પાછી મળે તેમજ કડકમાં કડક કાર્યવાહી થાય. તે માટે દાહોદ પોલીસ વડા હિતેશ જોયસરને આવેદન આપ્યું હતું.

(11:24 am IST)