Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ઝેરડા પાસેથી વિદેશી દારૂ ભરેલી માર્શલ ગાડી ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી :બે શખ્સોને દબોચી લીધા

 

બનાસકાંઠા એલસીબી પોલીસે ઝેરડા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી માર્શલ ગાડી સાથે બે શખ્શોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

  બનાસકાંઠા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા ..ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ ..ચૌધરી પો...તથા મહેશભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસ ની ટીમેં ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

  દરમ્યાન બાતમી હકીકત આધારે ઝેરડા ત્રણ રસ્તા પાસે નંબર વગરની માર્શલ ગાડી પકડી જે ગાડીમાં જોતા ઞાડી માં ઞુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-299 કી.રૂ 36,500 નો તથા 2 મોબાઈલ કી.રૂ.10000 ગાડી કિ.રૂ. 1,00,000 એમ કુલ મુદામાલ કિ.રૂ.1,46,500 મળી આવેલ તેમજ ગાડીનો ચાલક ચમનારામ પનમારામ મોંનજીજી જાતે મજીરાણા(રહે.પડાદાર, તા, સંચોર,જી, જાલોર રાજસ્થાન)તથા જાલમભાઈ બુટાસીંગ ઉર્ફે બાબુભાઇ જાતે માજીરાણા (રહે.ડિસા) પકડાઈ જઇ ગુનો કરેલ હોઈ બંને ઈસમો વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:56 pm IST)
  • શ્રાવણના દરેક સોમવારે તાજમહેલમાં શિવસૈનિકો આરતી ઉતારશે : સિકયુરીટી વધારી દીધી : શિવસેનાએ જાહેર કર્યુ છે કે આગામી ૨જી ઓગષ્ટથી શરૂ થઈ રહેલ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ઉ.પ્ર.ના જગપ્રસિદ્ધ તાજમહેલમાં શિવસૈનિકો આરતી કરશેઃ આ જાહેરાતના પગલે તાજમહેલ ફરતી સિકયોરીટી વધારી દેવામાં આવી છેઃ શિવસૈનિકો આરતી કરવામાં સફળ રહેશે તો મોટી ધમાલ સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે access_time 1:08 pm IST

  • સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST

  • શીલા દિક્ષીતજીના અવસાનથી દુઃખ અનુભવું છું : દિલ્હીના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન હતું : દિલ્હીના પૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું access_time 8:38 pm IST