Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે દરોડા પાડી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા

બનાસકાંઠા:માં ફરી એકવાર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે અને દરોડા દરમિયાન બે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલકરાતા તબીબ આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
 બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાની માહિતી મળતા ખાનગી રાહે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ડીસામાં પણ ગાયત્રી મંદિર પાસે આવેલી શારદા હોસ્પિટલ અને મમતા હોસ્પિટલમાં તપાસ દરમિયાન દર્દીની સારવાર દરમિયાન ફોર્મ-૬માં જે દર્દીની વિગતો ભરવામાં આવતી હોય તે ફોર્મમાં અધૂરી માહિતી અને છબરડા થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગે આ તબીબ દ્વારા ગંભીર પ્રકારની ભૂલને ધ્યાને લઈ બન્ને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે મમતા ગાયનેક હોસ્પિટલના ર્ડા.જિગર પંચીવાલા અને શારદા ગાયનેક હોસ્પિટલના ર્ડા.અરવિંદ પ્રજાપતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ડીસામાંથી જ પ્રેરણા હોસ્પિટલ અને ક્રિષ્ના ગાયનેક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા ત્યારે માત્ર ડીસામાં જ કેટલાક ગાયનેક તબીબો દ્વારા ચાલતી ગર્ભ પરિક્ષણની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવા ગર્ભ પરિક્ષણ કરતા તબીબોને સબક મળી શકે તેમ છે.

(6:45 pm IST)