Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વલસાડમાં ભટકતી મહિલાનું ગળું દબાવી પૈસાની લૂંટ

વલસાડ:માં છેલ્લા થોડા સમયથી રખડતી ભટકતી એક મહિલાનું ગળું દબાવી તેની પાસેના થોડા પૈસા કોઇ લૂટારું લૂંટી ગયા હતા. સવારે મહિલાએ આજુ બાજુના લોકોને સમગ્ર ઘટનાની કેફિયત જણાવતાં લોકોએ લૂંટારુ પર ફીટકાર વરસાવ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ બેચર રોડ પર છેલ્લા કેટલાક સમયથી એક પરપ્રાંતિય મહિલા રખડતી ભટકતી હતી. અજાણી ભાષા બોલતી આ મહિલાને વલસાડ નગરપાલિકાના સભ્ય પ્રવિણ કચ્છી થોડા સમયે પૈસા કે ખાવાનું આપી જતા હતા. સ્થાનિકો પણ તેમને પૈસા કે ખાવાનું આપતા હતા. આ મહિલા બેચર રોડ પર જ કોઇ દુકાન બહાર સુતી હતી. ત્યારે બુધવારે રાત્રે કોઇ તેનું ગળું દબાવી તેનો સામાન અને પૈસા ચોરી ગયું હતુ.
બીજા દિવસે મહિલાએ આજુ બાજુના લોકોને ઇશારાથી સમગ્ર ઘટનાની હકિકત જણાવી હતી. મહિલાની ભાષા સમજાય એવી ન હોય લોકોને કોણ ક્યારે આવ્યું તેની જાણકારી મળી શકી ન હતી, પરંતુ કોઇ તેનું ગળું દબાવી પૈસા અને સામાન લઇ ગયો હોવાનું સમજાયું હતુ. તેણીની સાથે અગાઉ પણ કોઇ વ્યક્તિએ આવું કર્યું હતુ. ત્યારબાદ ફરીથી આ ઘટના બનતાં લુખ્ખા તત્વો નિરાધાર મહિલાને પણ છોડતા ન હોવાનું બહાર આવ્યું છે.

(6:44 pm IST)