Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ગૌરક્ષક હાર્દિકનો ભોગ લેનારની લાશ મળી : બામખાડી ઉપરથી કૂદી જતા ગૌરક્ષકનો ભોગ લેનાર ટેમ્પોચાલક ની લાશ મળી

ટેમ્પોચાલક હાજી અક્રમની લાશનો કબજો મેળવી આગળની તપાસ પોલીસે હાથ ધરી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડમાં જે ધટના પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા તે ટેમ્પોચાલકનું મોત થયું છે વલસાડ જિલ્લામાં 17 તારીખે ધરમપુર પાસે કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પાને રોકવા માટે ગૌરક્ષકો અને પોલીસે પ્રયાસો કર્યા હતા. આ સમયે ટેમ્પો ચાલકને પકડાઈ જવાનો ડર લાગતા બામખાડીમાં કુદકો લગાવ્યો હતો. જેનો આજે મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વલસાડ ગૌરક્ષકોની ટીમને 17 જૂનની રાત્રિએ મળેલી એક બાતમીના આધારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી ગૌવંશને એક ટેમ્પામાં ભરીને કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી ગૌરક્ષકોએ પોલીસ કંટ્રોલરૂમને આપી હતી. જેના, આધારે વલસાડ પોલીસ અને ગૌરક્ષકોની ટીમ દ્વારા ટેમ્પાનો પીછો કરીને ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ડુંગરીના બામખાડી ઉપર સુરત મુંબઇ રોડ ઉપર ટેમ્પો અટકાવવા માટે ગૌરક્ષક હાર્દિક કંસારાએ ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ટેમ્પો ચાલક હાર્દિકને ઉડાવી અકસ્માત સર્જી બામખાડી ઉપરથી કૂદી ગયો હતો.બનાવ અંગે ડુંગરી પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 19 જૂનના રોજ ગૌતસ્કરી સાથે સંકળાયેલા 10 ઇસમોની મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાંથી વલસાડ પોલીસની ટીમે ઝડપી પાડયા હતા. રવિવારે બપોરે ટેમ્પો ચાલક હાજી અક્રમની લાશ બામખાડીમાંથી મળી આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસના નેત્રમના CCTV ફુટેજમાં મેચ કરતા હાજી અક્રમ ની જ લાશ હોવાનું પ્રાથમિક તરણ મળી આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

(7:52 pm IST)