Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

રાજ્યની વલસાડ પોલીસે ૧૦ ગૌ હત્યારાને પકડ્યા

વલસાડ પોલીસે ૧૦ ગૌ હત્યારા પકડ્યા : મૃતક ગૌરક્ષક હાર્દિક વલસાડના ભાજપ પ્રમુખ હેમંત કંસારાનો ભત્રીજો હતો જેથી સમગ્ર મામલો ગરમાયો

વલસાડ, તા.૨૦  વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગઈ મોડી રાત્રે ગૌ તસ્કારો પકડાયા છે. ત્યારે આ તસ્કરોએ પીછો કરતી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર ટેમ્પો ચડાવી  અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં જીવને જોખમમાં મૂકી ગૌતસ્કરોનો પીછો કરતા એક ગૌરક્ષકનું મોત નિપજ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. જેથી સમગ્ર મામલો ગરમાયો હતો. બનાવની માહિતી મુજબ, મોડી રાત્રે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગૌતસ્કરો અને પોલીસ અને ગૌરક્ષકોની ટીમ વચ્ચે ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા હતા. જો કે બેફામ બનેલા ગૌતસ્કરોએ ટેમ્પો રોકવા ઉભેલા ગૌરક્ષક પર ગાડી ચલાવી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ઘટના સ્થળેથી ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા.

         આ ઘટનાને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. અંતે વલસાડ પોલીસે ૬ થી વધારે ટીમો બનાવી મહારાષ્ટ્રમાંથી ૧૦ આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગૌતસ્કરો અને પોલીસની સાથે ગૌરક્ષકોની  ટીમ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે ગૌરક્ષકો અને પોલીસની ટીમે વલસાડના શંકર તળાવ નજીક આવેલ બામખાડીના પુલ પર ઓવર ટેક કરી અને ટેમ્પોને રોકવા ગૌરક્ષકોએ હાઇવે પરથી પસાર થતાં ત્રણ ટ્રકોને થોભાવી આડસ મૂકીને ફરાર થઇ રહેલા ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યા હતા. જોકે બેફામ બનેલા ગૌતસ્કરએ ટેમ્પોને રોકવા રોડ પર ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ચઢાવી તેનું મોત નિપજાવ્યું હતુ. મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે. આથી સમગ્ર મામલો વધુ ગરમાયો હતો. પોલીસ માટે પડકાર બનેલ આ કિસ્સામાં ૧૦ આરોપીઓના ગેંગની ધરપકડ કરી લેવાઈ છે. ઝડપાયેલ આરોપીની ઉલટતપાસમાં બહાર આવ્યું કે, ગાયને લઈ જનાર ટેમ્પો ચાલકને સ્પષ્ટ સૂચના હતી કે આ કામગીરી દરમિયાન કોઈ પણ વચ્ચે આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની. આ મોડસ ઓપરેન્ડી અંતર્ગત ચાલક અસગર ઉર્ફે માંતીયાએ જાણી જોઈને હાર્દિક પર  ગાડી ચઢાવી તેનું મોત નિપજાવ્યું હતું.

(7:40 pm IST)