Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ડીસામાં ભારે વરસાદ :હાઇવે પર ચિત્રકૂટ સોસાયટીમાં ઢીચણસમા પાણી ભરાયા

નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ રોડની સમસ્યાનો ઉકેલ જ આવ્યો નથી

ડીસાના હાઇવે પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં શનિવારે ઢીચણસમા વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે સોસાયટીમાં રહેતાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ચિત્રકૂટ સોસાયટીમાં રોડની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ રોડની સમસ્યાનો ઉકેલ જ આવ્યો નથી. આ વિસ્તારના રોડની ગ્રાન્ટ ફાળવણી હોવા છતાં ડીસા નગરપાલિકા આ વિસ્તારના સદસ્યોએ કોઇ સોસાયટીના રહીશોની સમસ્યા હલ કરી નથી. જેથી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:49 pm IST)