Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

માત્ર 24 કલાકમાં પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું : ડુંગરીમાં ગૌરક્ષક હાર્દિકને કચડી મારવાના કેસમાં પોલીસે તસ્કર ગેંગનો પર્દાફાશ : પોલીસે દિવસ-રાત જોયા વગર દસને મહારાષ્ટ્રથી ઝડપી લાવ્યા

ઓપરેશન પાર પાડવા જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ ટીમો રવાના કરી : ગુનાને તાત્કાલિક ડિટેક્ટ કરવા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ એસઓજી પીઆઇ વી. બી.બારડ, વાપી જીઆઈડીસી પીઆઇ વી.જી.ભરવાડ, એલસીબીના સી.એચ.પનારા, પીઆઇ એલસીબી કે.જે.રાઠોડ, પીએસઆઇ કે.એમ.બેરિયા, પીએસઆઇ એલ. જી.રાઠોડ, પીએસઆઇ એ.જે.રાણા, પીએસઆઇ એ.જે.રાણા, ધરમપુર પીઅએસઆઇ એ. કે. દેસાઇ, કપરાડા પીએસઆઇ ડી.આર.ભાદરકા, ભીલાડ પીએસઆઇ બી.એચ.રાઠોડ, ડુંગરીના પીએસઆઇ જે.એસ.રાજપૂત સહિતની ટીમને કામે લગાડી દીધી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસે દિનરાત મહેનત કરતા ભેદ ઉકેલાયો હતો વલસાડના ડુંગરી હાઇવે ઉપર 17 જૂને રાત્રે 11 ગૌવંશ ભરેલા ટેમ્પોનો પીછો કરતાં દરમિયાન હાઇવે પર ટ્રકો રોકી ગૌતસ્કરોને ઝડપી લેવાના પ્રયાસમાં જિ.ભાજપ પ્રમુખના ભત્રીજા અને ગૌરક્ષક હાર્દિક કંસારા ઉપર ટેમ્પો ચાલકે ચાલૂ ટેમ્પોમાંથી કૂદી પડી હાર્દિકભાઇ ઉપર ટેમ્પો ચઢાવી દેતા તેનું મોત થયું હતું.આ કેસમાં જિલ્લા પોલીસ વડા સતત માર્ગદર્શન આપતા હતા પોલીસે માત્ર 24 કલાકમાં જ કુલ 10 આરોપીને મહારાષ્ટ્રથી દબોચી લઇ ગૌતસ્કરીના આખા રેકેટને ખુલ્લો પાડ્યો છે.જે અંગે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપી હતી.જેમાં સંડોવણી ધરમપુર, વાંકલ, ધુમાડિયા અને અતુલના ઇસમો મહારાષ્ટ્રના ભીંવડીમાં ગૌવંશને વેચી દેતા હતા

આરોપીઓની વલસાડ પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં વલસાડ અને ધરમપુર તા.ના આરોપીઓની પશુ હેરાફેરીની ભૂમિકા બહાર આવી હતી.અતુલનો અન્સાર શેખ તથા ધૂમાડિયા ફળિયાનો ઝાકિર અલ્લારખુ શેખ ધરમપુર,પારડી,વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાથી પશુઓનું ખરીદવેચાણ કરનાર અલીમુરાદ,મીરખાન,અકબર આલીશર ત્રણે રહે,વાંકલ તથા બારસોલના રાજૂ આહિર પાસેથી ગાય અને બળદની ખરીદી કરતા હતા.જે બારસોલના કમલેશ આહિર,જયેશ આહિર તથા વાંકલના હસન કાદરીના ટેમ્પો મારફતે હેરફેર કરી બારસોલના ધર્મેશ ઉર્ફ ફતા આહિરના ખેતરમાં આ પશુઓ ભેગા કરતા હતા.ત્યારબાદ અન્સાર,ગુલાબ અને ઝાકિર શેખ મહારાષ્ટ્ર ભીવંડીના જાવેદ શેખના ટેમ્પોમાં ભીંવડી, નાસિક, અહમદનગર જિલ્લામાં જમીલ શેખ,શહીદ ઉર્ફ અન્ના શેખ,ખલીલ શેખ મારફત વેચાણ કરતા હતા.5 થી 6 હજારમાં ખરીદી 7 થી 8 હજારમાં વેચી નાંખતા આરોપી અન્સારઅલી અને ઝાકિર અલ્લારખુ શેખ ગાય,ભેંસો તબેલાવાળાઓ પાસેથી રૂ. 5 થી 6 હજારમાં ખરીદતા હતા અને જમીલ શેખ વિગેરેઓને 7 થી 8 હજારમાં વેચી નાંખતા હતા.ઓપરેશન પાર પાડવા જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ આ ટીમો રવાના કરી હતી

ગુનાને તાત્કાલિક ડિટેક્ટ કરવા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ એસઓજી પીઆઇ વી.બી.બારડ, વાપી જીઆઈડીસી પીઆઇ વી.જી.ભરવાડ,એલસીબીના સી. એચ .પનારા ,પીઆઇ એલસીબી કે.જે.રાઠોડ, પીએસઆઇ કે.એમ.બેરિયા, પીએસઆઇ એલ. જી.રાઠોડ, પીએસઆઇ એ.જે.રાણા, પીએસઆઇ એ.જે.રાણા,ધરમપુર પીઅએસઆઇ એ. કે. દેસાઇ, કપરાડા પીએસઆઇ ડી.આર.ભાદરકા, ભીલાડ પીએસઆઇ બી.એચ.રાઠોડ, ડુંગરીના પીએસઆઇ જે.એસ.રાજપૂત સહિતની ટીમને કામે લગાડી દીધી હતી.

  જ્યારે આ નફ્ફટોભૂતકાળમાં પણ પશુ હેરાફેરીમાં સામેલ હતા મહારાષ્ટ્ર ભીંવડીનો અસગર અન્સારી ગણેશપુરી, પો.સ્ટેમાં પશુની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે જાવેદ શેખ ઉમરગામ પો. સ્ટે.માં, જમીલ શેખ, તલાસરી પો.સ્ટે.માં મહારાષ્ટ્ર અને ખલીલ શેખ માનીકપુર પો.સ્ટે.વસઇ ખાતે પશુની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા છે.

 ડુંગરી ખાતે નોંધાયેલા આ ગુનાની તપાસ પીએસઆઇ જે. એસ. રાજપૂત કરી રહ્યા છે. મહારાષ્ટ્ર ભીંવડીના આ 4 આરોપીઓના નામઅસગર ઉર્ફ માકિયા અબ્દુલગફાર અન્સારી,

ખલીલ સલીમ શેખ, તમામ (રહે.ભીંવડી,મહારાષ્ટ્ર,)જમીલ સલીમ શેખ,જાવેદ મહંમદનબી શેખ જ્યારે વલસાડ,ધરમપુર તાલુકાના આ 6 નફ્ફટ આરોપીઓ ના નામઅન્સાર ગુલામ શેખ, (રહે.અતુલ) ,ધર્મેશ ઉર્ફ ફતા સમકભાઇ આહિર,(રહે બારસોલ,પટેલ ફ.,ધરમપુર),જયેશ રવલાભાઇ આહિર,(રહે.બારસોલ,તા.ધરમપુર) ,કમલેશ રામા આહિર, રહે.બારસોલ,હસન નઝીર આલીસર(,રહે.વાંકલ,ભેખલા ફ.તા.વલસાડ,)અલીમુરાદ જમાલ આલીસર,(રહે.વાંકલ ,ભેખલા ફળિયા) માત્ર 24 કલાકમાં જ પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું પોલીસ  પર શુભેચ્છા નો વરસાદ વર્ષી રહ્યો છે.

(10:30 am IST)