Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

રેવા તટે ગોરા ઘાટ ખાતે ચિંતન શિબિરના પ્રથમ દિવસે

ભુપેન્‍દ્રભાઈએ મા નર્મદા મૈયાની આરતીનો ધર્મલાભ લીધો : ગુજરાતની સુખાકારીની કરી કામના

મંત્રીઓ-અધિકારીઓ પણ સહભાગી બન્‍યા : શિવ તાંડવસ્ત્રોત અને લાઈટ સાઉન્‍ડ શો નિહાળી ધન્‍યતા અનુભવી

અમદાવાદ તા.૨૦ : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં તા.૧૯ થી ૨૧ મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે.

આ શિબિરના પ્રથમ દિવસ ગઈકાલે સંધ્‍યા કાળે ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિત રાજય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓᅠ રેવાᅠ તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા.ᅠ

ભુપેન્‍દ્રભાઈએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જયોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્‍તિપૂર્ણ માહોલમાં આરતી કરવાᅠ સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.ᅠ

આરતીમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્‍ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્‍લોકગાન વચ્‍ચે મુખ્‍યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી.ᅠ

આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્‍ડ શો નિહાળીને સૌએ ધન્‍યતા અનુભવી હતી.

આમ, પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્‍યા ટાણે મુખ્‍યમંત્રીશ્રી સહિત ટીમ ગુજરાતે ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની દૈનિક આરતીનો આસ્‍થાપૂર્વક ધર્મલાભ મેળવ્‍યો હતો.

 

(2:48 pm IST)