Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

વિજયભાઇ ઉના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતેઃ બપોર બાદ અમરેલી પંથકમાં

મુખ્યમંત્રી દ્વારા ઉના જાફરાબાદ અને રાજુલા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ : મુખ્યમંત્રી રાજુલાના કોવાયા, જાફરાબાદના પીપરી કાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશેઃ નુકશાનીનો અંદાજ મેળવવા સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરશે

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૦ : વાવાઝોડાથી અસરગ્રસ્ત ઉના જાફરાબાદ અને રાજુલા વિસ્તારોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે હેલીકોપ્ટર દ્વારા હવાઇ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી વિજયભાઇ બપોર બાદ રાજુલા તાલુકાના કોવાયા, જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે હેલીકોપ્ટર દ્વારા ઉના જાફરાબાદ અને રાજુલાના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. હવાઇ નીરીક્ષણ બાદ ઉના જાફરાબાદ અને રાજુલા વિસ્તારના કેટલાંક અસરગ્રસ્ત વિસ્તારની મુલકાત લેશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બપોર બાદ રાજુલા તાલુકાના કોવાયા, જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.  ત્યાર બાદ પીપાવાવ પોર્ટ ખાતે મીટીંગ કરશે.

ઉના, જાફરાબાદ રાજુલા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ અને ત્યાર પછી ત્રણેય તાલુકાના કેટલાંક અસરગ્રસ્તોની મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને વાવાઝોડાથી ઉના, જાફરાબાદ, રાજુલા તાલુકામાં નુકસાનીનો અંદાજ મેળવશેઅને આ ત્રણેય તાલુકામાં યુદ્ધના ધોરણે જનજીવન પુર્વવત થાય તે માટે જરૂરી સુચના આવશે

(10:58 am IST)