Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

આંકલાવના ખડોલ નજીક પુરપાટ ઝડપે જતા ડાલાએ બે બાઇકને હડફેટે લીધી: એકનું મોત: 3ને ગંભીર ઇજા

આંકલાવ:તાલુકાના ખડોલ (હ)ગામ નજીક નવી બનતી રેલવે લાઈન પાસે ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા પીક અપ ડાલાએ બે બાઈકોને અડફેટે લેતાં એકનું સારવાર દરમ્યાન મોત થયુ ંહતુ જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર નાપા વાંટા ખાતે રહેતા ફરિયાદી સીમીરમીંયા મનહરભાઈ રાણાના મામાના દિકરા રોહન ઈકબાલભાઈ રાણાને નવુ બાઈક લેવાનું હોય તેના પલ્સર બાઈક પર સમીર તેમજ તેના બે મિત્રો નદીમ સત્તારખાન શેખ (ઉ. વ. ૨૨)અને સાકીર ઐયુબખાન રાણા (ઉ. વ. ૨૮)ખાનગી વાહનમાં આસોદર ચોકડીએ આવ્યા હતા. ત્યાંથી એક નવું બાઈક ખરીદ્યું હતુ. દરમ્યાન રોહનને વડોદરા જવાનું હોય તે ત્યાંથી ખાનગી વાહનમાં જતો રહ્યો હતો. જ્યારે સમીરે પલ્સર બાઈક નંબર જીજે-૨૩, એબી-૯૨૨૯નું ચલાવી લીઘું હતુ જ્યારે નદીમ અને શાકીર નવા બાઈક પર વાયા આશોદર ચોકડી થઈને પરત નાપા આવવા નીકળ્યા હતા.

(6:07 pm IST)
  • મોટો સેટબેક સર્જાઇ રહ્યો છે? રાહુલ ગાંધી અમેઠીથી અને નિતિન ગડકરી નાગપુર બેઠક ઉપરથી હારે છે (ન્યુઝ ફર્સ્ટનો સ્ફોટક રીપોર્ટ) access_time 4:27 pm IST

  • ગોડસે પર પસ્તાવો : ર૧ પ્રહર માટે મૌન ધારણ કરશે સાધ્વી પ્રજ્ઞા ફરી માફી માંગી : હવે અઢી દિવસ મૌન રહી તપસ્યા કરશે access_time 4:30 pm IST

  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST