Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ડાંગ જિલ્લામાં ખુંખાર દીપડાએ ગાયને પોતાનો શિકાર બનાવતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો

ડાંગ:જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચીખલી રેંજમાં સમાવિષ્ટ સોનગીર ગામનાં પાદરે ખુંખાર અને કદાવર દિપડાએ એક આદિવાસી પશુપાલકની પાલતું ગાયનું મારણ કરતાં આસપાસનાં ગામડાઓમાં ભયનો માહોલ જોવા મળે છે.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વનવિભાગ હસ્તકની ચીખલી રેંજ વન વિસ્તારમાં સોનગીર ગામ આવેલું છે, આ ગામનાં આદિવાસી પશુપાલક ઝીપરભાઈ ગાવીતનાં પાલતુ પશુઓ શનિવારે ચારણ માટે સોનગીર ગામ નજીકનાં પાદરે જંગલમાં ગયા હતા, જેમાંથી એક ગાય પરત ઘરે ન ફરતા શોધખોળ હાથ ધરી હતી. ગાયનો મૃતદેહ સોનગીર ગામ નજીકનાં પાદરેથી ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સોનગીર વિસ્તારનાં ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર સોનગીર જંગલ વિસ્તારનાં પાદરે ખોરાકની શોધમાં છેલ્લા બે એક મહિનાથી એક કદાવર દિપડો (વાઘ) ફરતો જોયો છે. 

(6:04 pm IST)