Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ડીસાના લૂંણપુરમાં વાવાઝોડાના કારણે 10થી વધુ મકાનના પતરા ઉડયા : રસોડામાં ખાબકતા મહિલા અને બાળકીને ઇજા

વાવાઝોડાના પગલે બાજરી સહિત પાકોમાં પણ નુકશાન થયું

ડીસા તાલુકાના લૂંણપુર ગામ ખાતે તોફાની વાવાઝોડું ફૂંકાયું હતું.જેના પગલે ગામમાં અનેક ઘરોના પતરા ઉડયા હતા જેમાં એક મહિલા અને એક બાળકીને ઈજાઓ પહોંચી હતી.વાવાઝોડાના પગલે ગામમાં વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.જેમાં બાજરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું.

 બનાસકાંઠામાં ભારે ઉકળાટ બાદ કરા સાથે વાવાઝોડું અને કમોસમી વરસાદ પડતા અનેક જગ્યાએ નુકશાન થયું હતું.ડીસા તાલુકાના લૂંણપુર ગામ ખાતે અચાનક વાતાવરણ પલટાયા બાદ વાવાઝોડું આવ્યું હતું. અંદાજિત 10 મિનિટ ફૂંકાયેલ વાવાઝોડાના પગલે ગામના પરમાર આલાભાઈ ભિખાભાઈ સહિત 10 થી 15 લોકોના ઘરના પતરા ઉડયા હતા.પરિણામે ગામમાં મોટું નુકસાન થવા પામ્યું હતું.વાવાઝોડાના પગલે બાજરી સહિત પાકોમાં પણ નુકશાન થયું હતું

 . વાવાઝોડામા પતરા ઉડીને નીચે પડતા રસોડામાં કામ કરી રહેલા મિન્કાબેન આલાભાઈ પરમારને તેમજ 8 વર્ષીય ટીનીબેન ભલાજી સોલંકીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે વાવાઝોડામા વ્યાપક નુકશાન થતા ગામમાં ચિતાનું મોજું ફરી વળ્યું હતું.બનાવને પગલે ગામના સરપંચ પ્રહલાદજી સોલંકી તેમજ માજી સરપંચ સહિત આગેવાનોએ ગામમાં નુકશાન અને તપાસ કરી તંત્રમાં જાણ કરી હતી

(12:12 pm IST)