Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે ૪૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૭૬૨ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં કાળિ યાભૂત -૦૧, હરસિદ્ધિ નગર -૦૧ નવા ફળિયા-૦૧, સોનીવાડ-૦૧, ચૂનારાવાસ-૦૧ , વડીયા પેલેસ-૦૧, આદિત્ય-૦૧ તથા નાંદોદના રાજુવાડીયા-૦૧, માંગરોલ -૦૧,વડીયા-૦૨, પાટણના -૦૧, ભદામ-૦૧, રામપુરા -૦૧, જેસલપુર-૦૧ તથા ગરુડેશ્વર ના કેવડીયા-૦૨ વાસલા-૦૧, મોટી રાવલ-૦૧, ગરુડેશ્વર-૦૧, લીમખેતર -૦૧, કોઠી-૦૧, કોયારી-૦૧, બોરીયા-૦૧,ફૂલવાડી-૦૧ તથા તિલકવાડા ના સાવલી-૦૧, તિલકવાડામાં-૦૧, મારૂઢિયા-૦૧ તથા દેડિયાપાડાના કનબુડી-૦૧, ડેડીયાપાડા -૦૪, ચિકદા-૦૧, ખોડાંબા-૦૧, કોરવી-૦૧, મોસકુવા -૦૧, નાનીબેડવાણ-૦૧ , પીપરવટી-૦૧, આંબાવાડી-૦૧ તથા સાગબારાના ગાયસાવર-૦૧ બોરડીફલી-૦૧, બોદવાવ-૦૧ સાગબારા-૦૩ રનબુદા-૦૧,પાટલામહુ -૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૬૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૭ દર્દી દાખલ છે, આજે ૨૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૫૩૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૭૬૨ પર પહોચ્યો છે.આજે વધુ ૧૭૨૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:24 pm IST)
  • કોરોના મહામારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : ગુજરાત સરકારે ૮૨ પાનાનું ઍફીડેવીટ દાખલ કર્યુ : જેમાં સરકારે કરેલી તમામ વ્યવસ્થાના દાવા કર્યા access_time 12:04 pm IST

  • સાંજે ૫:૩૦ આસપાસ રાજકોટ નજીક શહેર અને ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો છે : આકાશમાં કાળા ડિબાંગ વાદળો અચાનક ઘેરાઇ આવ્યા છે (ભાવેશ ભોજાણી દ્વારા) access_time 5:33 pm IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST