Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

નર્મદા જિલ્લામાં સોમવારે ૪૪ કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક ૨૭૧૪ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : નર્મદા જિલ્લામાં સોમવારે ૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના લુહાર ચાલમાં ૦૧, એમવી રોડ પર ૦૧, રાજેન્દ્ર નગર માં ૦૧, અવધૂત નગર માં ૦૧, સિંધિવાડ માં ૦૧, રામબાગ માં ૦૧ તથા નાંદોદના હજરપુરા માંં ૦૧, પ્રતાપપરા માં ૦૧, ઉમરવા માં ૦૧, રાજપરામાં ૦૧, લાછરસ માં ૦૧, આમલેથામાં ૦૧, વાઘેથા માં ૦૧, પ્રતાપ નગર માં ૦૧, ધાનપોરમાં ૦૧ તથા ગરુડેશ્વર ના ગોરામાં ૦૧, ભુમલિયામાં ૦૧,ગરુડેશ્વર માં ૦૧,કેવડિયા માં ૦૧, વાંસલા માં ૦૧, કલીમકવાણા માં ૦૧, ગંભીરપુરા માં ૦૧, ખડગદા માં ૦૧, આમદલા માં ૦૧, ઝરીયા માં ૦૧ તથા તિલકવાડા ના સાવલીમાં ૦૧, આલવા માં ૦૧, ભાદરવા માં ૦૨ તથા ડેડીયાપાડા ના સોલિયામાં ૦૧, કેવડી માં ૦૧, દેડિયાપાડામાં ૦૧, સાબુટીમા ૦૧, નવાગામમાં ૦૧ તથા સાગબારાના સેલંબા માં ૦૨, ઉભારીયા માં ૦૧, ભોરામલી માં ૦૧, પાટલામહૂ માં ૦૧, મોટી દેવરુપણ માં ૦૧, સાગબારામાં ૦૧, મકરણમાંં ૦૧, ભવરીસાવર માં ૦૧, ચોપડવાવમાં ૦૧ કે સાથે નર્મદા જિલ્લામાં ૪૪ કરોના કેસ નોંધાયા છે.

(11:21 pm IST)