Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વડોદરા:સોશિયલ મીડિયા થકી પરિચય મેળવી પ્રેમસંબંધ બાંધી ભેજાબાજ યુવકે યુવતી સાથે બારોબાર લગ્ન કરી બ્લેકમેલ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેર ની કોલેજિયન યુવતી સાથે સોશિયલ મીડિયા થકી પરિચય કેળવીને પ્રેમ સંબંધ બાંધી ભેજાબાજ યુવક તેમજ તેના સંબંધીઓએ યુવતીને ગેરમાર્ગે દોરી યુવતીની જાણબહાર બારોબાર લગ્ન બાદ રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું આ અંગે સાત ભેજાબાજો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.   

ભરૃચમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ નવજીવન સોસાયટીમાં રહેતી વિધિ અશોક પટેલ નામની ૨૧ વર્ષની યુવતીએ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વડોદરાની એમ.એસ.યુનિવસટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરૃ છું.દોઢ વર્ષ પહેલા કરજણ ખાતે પરેશ સુરેશભાઈ પટેલ ના ઘરે લગ્નમાં ગઈ હતી. ત્યારે પાલેજમાં રહેતા ભાવેશ નવનીત પટેલે મને જોઈ હતી .આ લગ્નના બે દિવસ બાદ ભાવેશે મને ઇન્સ્ટા અને ફેસબુક પર રીક્વેસ્ટ મોકલતા મેં સ્વીકારી હતી .ત્યારબાદ અમે  રોજ વાતો પણ કરતા હતા. અને સોશિયલ મીડિયા પર જ અમે બંનેએ પ્રેમનો એકરાર કર્યો હતો. 

જોકે, વિધિએ લગ્ન કરવાની તૈયારી નહી બતાવતા ભાવેશ તેમ જ તેના સંબંધીઓએ બ્લેકમેલ કરવા નું ચાલુ કર્યું હતું. અને તારા ફોટા સમાજમાં બતાવી બદનામ કરીશું તેમ કહી ભાવેશે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ તેમ ઈમોશનલ બ્લેકમેઈલીંગ શરૃ કર્યું હતું .થોડા દિવસો બાદ ભાવેશ તેની બહેન બનેવી સાથે વિધિ ને કાલા ઘોડા પાસે સ્ટુડિયોમાં લઈ ગયો હતો અને મીઠી મીઠી વાતો કરી લગ્નના ફોટા પડાવ્યા તેમજ બે દસ્તાવેજો ઉપર સહી કરાવી લીધી હતી .થોડા દિવસો પછી ખબર પડી કે ભાવેશ લગ્ન રજીસ્ટ્રેશન ફોર્મ પર સહી કરાવી કુરાલી ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છ.ે પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા વિધિ ચોંકી ગઈ હતી. તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપ પણ કર્યા છે કે ભાવેશ મારા સિવાય અનેક યુવતીઓ સાથે મિત્રતા રાખે છે દારૃ પીવે છે મોટી મોટી પાર્ટીઓની છોકરીઓને ફસાવે છે .પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે

(5:23 pm IST)
  • અરવિંદ કેજરીવાલના પત્નિને કોરોના : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનિતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે : અરવિંદ કેજરીવાલ પણ કવોરન્ટાઈ થયા access_time 2:32 pm IST

  • આંધ્ર પ્રદેશમાં ઉનાળુ વેકેશન જાહેર : આંધ્ર પ્રદેશ સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ ૧ થી ૯ માટે ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. access_time 4:04 pm IST

  • બેંકોના મુખ્ય કર્મચારી સંઘે દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 બેન્ક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મહા ગુજરાત બેંક કર્મચારી સંઘ (MGBA) એ બેંકો માંથી રોકડ ઉપાડના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ અને કામના કલાકોમાં છૂટછાટની માંગ કરી છે. access_time 12:05 am IST