Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બિલ્ડિંગના બાંધકામ દરમિયાન અમદાવાદમાં ભેખડ ધસી પડતા ત્રણ મજુર દટાયા

અમદાવાદ:સેટેલાઈટમાં એક બિલ્ડીંગના બાંધકામ દરમિયાન ૫૦ ફૂટ ઊંચાઈએથી માટીની ભેખડ ધસી પડતા નીચે કામ કરી રહેલા ૯ મજૂરો દટાયા હતાર્જેમા ત્રમ મજૂરોના મોત નીપજ્યા હતા જ્યારે ૬ મજૂરોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં ઝાંસીના રાણીના પુતળા નજીક ઊમિયા વિજય ગલીમાં ક્લાઊડ નાઈન નામના નવા બિલ્ડીંગની સ્કિમ ચાલી રહી છે. ૧૯ એપ્રિલનાં રોજ બપોરે મજૂરો બિલ્ડીંગના પાયા ખોદવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન ૫૦ ફૂટ ઊંચાઈએથી માટીની મોટી ભેખડ ધસી પડતા પાયાનું ખોદકામ કરી રહેલા ૯ મજૂરો દટાયા હતા. જેે પગલે કામ કરી રહ્લા અન્ય મબૂરો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૃ કરી હતી. જોકે ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે છ મજૂરોને સારવાર અર્થે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના બનવા છતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી ન હતી. આ અંગે સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં ત્રણ મજૂરોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

(5:33 pm IST)