Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વડોદરામાં એચડીએફસી બેંકમાં ભરબપોરે આગ :ગ્રાહકોમાં દોડધામ

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ:નટુભાઈ સર્કલ વિસ્તારના શાઇન પ્લાઝાની શાખામાં લાગી આગ

 

વડોદરા : વડોદરામાં એચડીએફસી બેંકમાં ભરબપોરે આગ ફાટી નીકળતા બેંકમાં હાજર ગ્રાહકોમાં દોડધામ મચી જવા પામી હતી શહેરનાં નટુભાઈ સર્કલ વિસ્તારના શાઈન પ્લાઝામાં એચડીએફસી બેન્કની શાખામાં  બપોરના સમયે અચાનક બેન્કમાં આગ લાગી હતી.

    બેન્કમાં આગ લાગતાં કર્મચારીઓ અને બેન્કમાં હાજર કસ્ટમર્સમાં ભારે દોડધામ મચી હતી. તમામ લોકો બેન્કમાંથી નીચે દોડી આવ્યા હતા. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં સ્થળ ઉપર દોડી આવેલા લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

   આગની જ્વાળાઓ વધુ પ્રસરે તે પહેલાં ફાયર બ્રિગેડે કાબુ મળવી લેતાં મોટું નુકશાન થયું આટકાવ્યું હતું. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આગમાં કેટલું નુકશાન થયું છે તે હજી જાણી શકાયું નથી.

 

(11:13 pm IST)