Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

રાજપીપળા પાલિકા સદસ્ય મંજુરે ઇલાહી એ પાણી, સફાઇ સહિતના મુદ્દે પાલિકાના મુખ્ય અધિકારી ને લેખિત રજુઆત કરી

રાજપીપળા પાલિકા વોર્ડ નં.૧ ના સદસ્ય એ ચૂંટાયા બાદ પ્રજાના પ્રશ્નો ને વાચા આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીઓ બાદ ભાજપે સત્તા સાંભળી છે ત્યારે વોર્ડ નંબર એક ના અપક્ષ ઉમેદવાર અને પૂર્વ પાલિકા ઉપ્રમુખ એવા સ્વ. યુસુફભાઈ સોલંકી ના પુત્ર મંજુરે ઇલાહી ( લાલુ ) એ પોતાના વોર્ડ ના પડતર પ્રશ્નો જેવાકે સફાઈ, પાણી સહિતના મુદ્દાઓ ને લઈ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી
વોર્ડ નંબર-૧ માં આવતા વિસ્તારોમાં કાછીયાવાડ , કસ્બાવાડ, મોટા માછીવાડ સહિતના વિસ્તારો માં મુખ્યત્વે સફાઈ ના ગંભીર પ્રશ્ન ને હલ કરવા રજુઆત કરી હતી ઉપરાંત આશાપુરી માતા મંદિર પાસે , તેમજ કસ્બાવાડ વિસ્તાર માં પાણીની સમસ્યા મુદ્દે રજુઆત કરી હતી ઉપરાંત સ્ટેશન રોડ વિસ્તાર માં નિયમિત ગટરો સાફ થાય તેમજ સમયસર ઢગલા ઉપાડાય તેવી માંગ કરી છે ઉપરાંત શાકમાર્કેટ વિસ્તારમાં ત્રણ ટાઈમ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા વાહન આવે તેવી પણ તેઓએ માંગ કરી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અહીંયા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે ત્યારે રાજપીપળા ની સુંદરતા જોઈ અહીંથી તેઓ સારી છાપ લઈને જાય તેવી જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની છે તેમ પણ તેમણે જણાવ્યું હતું
આ બાબતે રાજપીપળા પાલિકા ના નવનિયુક્ત યુવા પમુખ કુલદીપસિંહ ગોહિલ તેમજ મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા દ્વારા હકારાત્મક જવાબ આપવામાં અવ્યો હતો અને વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખાત્રી અપાઈ હતી.

(11:06 pm IST)