Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

દેડિયાપાડા પીએસઆઇ અજય ડામોરે નકલી એસ.પી. બની 13 લાખની છેતરપીંડી કરનાર મહિલાને ઝડપી પાડી

આર.એફ.ઓ.ની નોકરી અપાવવાના બહાને રૂ.૧૩ લાખ પડાવી લેનાર મહિલા ડેડીયાપાડા પોલીસ ના સકંજામાં સપડાઈ: આ નકલી એસપી એ અગાઉ સુરત ખાતે એક બિલ્ડર પાસેથી પણ એક કરોડ રૂપિયા પડાવ્યા હોવાની વાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા ખાતે એક યુવક પાસેથી આર.એફ.ઓ.ની નોકરી અપાવવાના બહાને રૂપિયા તેર લાખ પડાવનાર નકલી એસ.પી. બનીલી મહીલાને દેડિયાપાડા પો.સ્ટે.ના પીએસઆઇ અજય ડામોરે ઝડપી લેતા અગાઉ ક્યાં ક્યાં આવા ગુનાઓને અંજામ આપ્યો છે તે બાબતે હવે પોલીસ તપાસ કરશે.
દેડિયાપાડા ખાતે રહેતા ફરિયાદી કૃતિક કુમાર શાંતિ લાલ ચૌધરી રહે.ચોધરી,ફળિયા બિલવાણ તા. ઉમરપાડા જી. સુરત. હાલ રહે. અંબાલાલ પાર્ક સોસાયટી સંસ્કાર વિધાલય પાછળ,દેડિયાપાડા જી.નમૅદાએ છેતરપીંડી કરનાર નેહાબેન ધર્મેશ ભાઈ પટેલ રહે.૧૦૩ બાબેન બંગલો બારડોલી,જી. સુરત એ ફરિયાદી પાસે દેડિયાપાડા ખાતે આવીને પોતે સુરત જિલ્લામાં એસ. પી. છે. તેવી ખોટી ઓળખાણ આપી પોતાની ગાડીમાં પોલીસનું બોડૅ લગાવી પોલીસનો યુનિફોર્મ તથા પોલીસની કેપ રાખી પોતાની ગાંધીનગર સુધી ઓળખ છે. તેમ જણાવી કૃતિકા કુમાર ચૌધરીને આર.એફ.ઓ.ની નોકરીમાં લગાવી આપવાનો વિશ્વાસ અપાવી આર. એફ. ઓ.ની નોકરી લગાવવાના રૂપિયા ૧૩,૦૦,૦૦૦/ (તેર લાખ) લઈ લીધા હતા.ત્યારબાદ આજદિન સુધી નોકરીએ નહીં લગાવી તથા તેર લાખ રૂપિયા પરત પણ નહીં આપી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો કરતા આ નકલી એસપી વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
મહિલાની અટક બાદ આ નકલી એસ. પી. મહિલાની દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોર દ્વારા સઘન પૂછપરછ કરતાં તેણીએ તેર લાખ રૂપિયા
પડાવી લેવાનું કબુલ્યું હતું.ડેડીયાપાડા પોલીસને આ મહિલા પાસેથી એક્સ યુ વી ગાડી નવી મળી આવી હતી અને ગાડીની પોલીસે તપાસ કરતાં ખાખી વર્દી નું પેન્ટ, પોલીસ કેપ,પોલીસ લખેલું બોડૅ પણ મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ નકલી મહીલા એસ. પી.દ્વારા સુરતના એક બિલ્ડર પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નકલી મહીલા એસ.પી. ની સઘન તપાસ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોર કરી રહ્યા છે. તેના વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી મહિલાની વધુ પુછપરછ પીએસઆઇ અજય ડામોર કરી રહ્યા છે.

(11:05 pm IST)