Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

મેડીકલ કોલેજની વિદ્યાર્થીની પૂનમનો કોવિડ રસીકરનો લાભ લઇ પોતે સુરક્ષિત રહી દેશને સુરક્ષિત રાખવા અનુરોધ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડની જી.એમ.ઇ.આર.એસ. હોસ્‍પિટલમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી પૂનમે સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેણી જણાવે છે કે, આજે સમગ્ર દેશ કોરોનાથી લડી રહયો છે ત્‍યારે એક નાગરિક તરીકે આપણી જીમ્‍મેદારી બને છે કે કોરોના વેકસીન લઇને આપણે પણ સુરક્ષિત રહીએ અને દેશને પણ સુરક્ષિત રાખીએ. આ રસી લીધા બાદ અન્‍ય રસીઓ મૂકવ્‍યા પછી આવે તેવો જ નોર્મલ તાવ આવે છે. તેની કોઇ આડઅસર થતી નથી. જેથી જિલ્લાના દરેક નાગરિકો આ રસીકરણનો લાભ લઇ વલસાડ જિલ્લાને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવી મારી અપીલ છે.

(10:40 pm IST)