Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદનગરમાં બેંકના કર્મચારીએ 1.35 કરોડની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

સાબરકાંઠા:જિલ્લાના તાલુકા મથક તલોદનગરમાં આવેલી એચ.ડી.એફ.સી બેંકના એક કર્મચારીએ પોતાના ફરજ કામ દરમ્યાન અલગ-અલગ દુધ મંડળીઓ ના સેવિગ ખાતામાંથી ચેરમેન. સેક્રેટરીના મંડળીઓના ચેકો ઉપર ખોટી સહીઓ કરીને તથા કેટલીક મંડળીઓના તો ખોટા રબર સ્ટેમ્પ (સિક્કા) બનાવીને ચેક ઉપર ખરા તરીકે માારીને મંડળીઓના સેવિગ ખાતામાંથી તથા અન્ય ગ્રાહકોના ખાતાઓમાંથી- અન્યના ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કરી દઈને તથા ચેકો પાસ કરી દઈને મંડળીઓના તથા કેટલાક ગ્રાહકોના ખાતામાં રૂ.૧.૩૫ કરોડ ૮૫ હજાર જેટલી માતબર રકમની નરણકીય ગેરરીતી આચરી હતી.

 અન્ય અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આટલી મોટી રકમ ઉપાડી લઈને મંડળીઓ સાથે પણ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ એચ.ડી.એફ.સી બેકના કલ્સટર હેડ રીટેલ એગ્રી-મહેસાણા હિરેન એ.પટેલ ના એ.એ તલોદ પોલીસ દફતરે ગતરોજ નોંધાવી છે.

તલોદ બજારની મધ્યમાં આવેલી એચ.ડી.એફ.સી બેંકના કર્મચારી જયપાલસિંહ ગંભીરસિંહ ઝાલા (રહે. બોરીયાતા.તલોદ જિ.સાબરકાંઠા) એ કથિત આચરેલી નાણાંકીય ગંભીર ગેરરીતીમાં તલોદ તાલુકાના સલાટપુરવલિયમપુરાજવાનપુરજશનપુરચોટાલાઅને વહાણવટી મહિલા દુધ ઉત્પાદક દૂધ મંડળી સહિતની મંડળીઓમાંથી અંદાજીત કુલ ૬૪ લાખ રૂપિયા જેવી રકમની નાણાંકીય ઉચાપત કર્યાની બુમરાણ મચી જતાં જે તે મંડળીના હોદ્દેદારોએ બેંકને પણ જે તે વખતે જાણ કરી હતી.

(5:51 pm IST)