Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં કોણ?: અર્જુન મોઢવાડિયાનો સરકાર પર પ્રહાર

બેસ્ટ સુપર સ્પ્રેડરનો એવોર્ડ તો BJP ગુજરાતના મુખિયા લઇ જશે: મોઢવાડિયા

અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારે અર્જુન મોઢવાડિયાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

સુપર સ્પ્રેડરને લઇ અર્જૂન મોઢવાડિયાના સરકારને સવાલ પૂછ્યો હતો. અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં કોણ? બેસ્ટ સુપર સ્પ્રેડરનો એવોર્ડ તો BJP ગુજરાતના મુખિયા લઇ જશે. રૂપાણીજી જનતા તમારી પાસેથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખે છે. આ અંગે તેમણે ટ્વીટ કરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આથી 15થી વધુ સ્થળો પર ટેસ્ટિંગ કરવામાં આવશે. શાકભાજી વિક્રેતા, કરિયાણા દુકાન ધારકોના ટેસ્ટ કરાશે. તેમજ નાઇ, રિક્ષા ડ્રાઈવરોના પણ ટેસ્ટ કરવામાં આવશે. કડિયા કામ કરતાં શ્રમિકોના ટેસ્ટીંગ કરાશે. આ ઉપરાંત તેમના ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર અપાશે. સુપર માર્કેટમાં કામ કરતાં કર્મચારીઓના ટેસ્ટ કરાશે. અને કેસ હશે તો સોસાયટીઓને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

(11:01 am IST)