Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના ઈફેક્ટ :રાજ્ય સરકારનો મોટો નિર્ણય:સરકારી કચેરીઓમાં પ્રવેશબંધી:એડવાન્સમાં ચૂકવાશે પેન્શન

હવે રાજ્યના રેશનકાર્ડ ધારકોને એક મહિનાનો જથ્થો એડવાન્સ મળશે

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ દેશનાં તમામ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોરોના વાયરસ અંગે ચર્ચા કરી હતી. જે બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને રાજ્ય સરકારે કરેલાં મહત્વપુર્ણ નિર્ણયોની માહિતી આપી હતી. હવે સરકારી ઓફિસોમાં એપોઈન્ટમેન્ટ વગર કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે જ નિરાધાર, વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને એડવાન્સમાં પેન્શન ચૂકવવામાં આવશે.

કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના રેશનકાર્ડ ધારકોને એક મહિનાનો જથ્થો એડવાન્સ મળશે. તથા નિરાધાર, વૃદ્ધ, વિધવા, દિવ્યાંગોને પેન્શન એડવાન્સમાં ચૂકવાશે. સરકારી ઓફિસોમાં બિનજરૂરી પ્રવેશ કરવો નહીં. હવે એપોઇન્ટમેન્ટ લઈને જ ઓફિસમાં પ્રવેશ મળશે. સાથે જ નીતિનભાઈ પટેલે લોકોને બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવા અપીલ કરી હતી.

(8:43 pm IST)