Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વડોદરામાં કોરોના વાયરસથી બચવા માટે ગેરકાયદે ચાલતા 128 તબેલા માલિકોને કોર્પોરેશને નોટિસ ફટકારી

વડોદરા: શહેરમાં કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે જાહેરમાં ગંદકી ફેલાવતા અને ગેરકાયદે ચાલતા ૧૨૮ તબેલા માલિકોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસો ફટકારી છે.

શહેરના ઉત્તરઝોનમાં ૩૯, પૂર્વ ઝોનમાં ૧૮, પશ્ચિમ ઝોનમાં ૪૪ અને દક્ષિણ ઝોનમાં ૨૭ તબેલા માલિકોને નોટિસ આપી છે.

વડોદરા કોર્પો.ખાતે આજે ુચ્ચ અધિકારીઓની બેઠક મેયર તથા મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જરૃરી સૂચનો કરવામાં આવ્યાહતા. કમિશનરે નગરજનોને ?આગામી તહેવારો, જાહેર ભંડારો, ધાર્મિક ઉત્સવો, લોકમેળા તથા રમત-ગમતનાં સ્પર્ધા કે જયાં લોકો ઉમટે છે તે સ્થળો ઉપર જન-મેદની આવે નહી તેવી અપીલ કરી છે.

(6:08 pm IST)