Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જીઇબીના કર્મચારી-અધિકારીઓને માસ્ક આપો તમામ વસ્તુઓ રોજેરોજ સાફ સફાઇ કરાવો

બે ડઝન મુદ્દા સાથે ચેરમેનને પત્ર પાઠવતું ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ

રાજકોટ તા.ર૦ : ગુજરાત વિદ્યુત કર્મચારી ઉતકર્ષ મંડળે વીજબોર્ડના ચેરમેનને પત્ર પાઠવી કોરોના વાયરસના પગલે કંપનીના કર્મચારીઓ, અધિકારીઓ અને ગ્રાહકોની આરોગ્યની સુરક્ષા માટે પગલા લેવા માંગણી કરી હતી.

પત્રમાં જણાવેલ કે, હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં 'કોરોના વાયરસ' covid-19 ફેલાયેલ છે. જેના આપણા દેશ અને રાજયમાં પણ કોરોના વાયરસનો દિન-પ્રતિદિન વધુને વધુ ફેલાવો થઇ રહ્યો છે. જેથી કોરોના વાયરસના આક્રમણ સામે આપણી કંપનીના કર્મચારી-અધિકારીઓ અને ગ્રાહકોની હેલ્થ ઉપર અસર ના પડે અને બધા સુરક્ષીત રહે તે મુજબના પગલા સત્વરે લેવા મંડળની વિનંતી છે.

(૧) રાજય સરકારની માર્ગદર્શીકા મુજબ જયાં જયાં માનવ શકિતથી કંપનીનું કામ લેવામાં આવે છ.ે એટલે કે કર્મચારી-અધિકારીઓ દ્વારા ફરજ બજાવવામાં આવે છે એવા દરેક સ્થળો, આપણી ઓફિસો અને પ્રોપર્ટીના સ્થળોએ ઓફીસ ફર્નિચર, ટેબ-ખુરશી, કબાટ, કોમ્પ્યુટરો, પ્રિન્ટર, મોબાઇલો, પેન, પેડ વગેરે રોજ બરોજ ઉપયોગમાં લેવામાં આવતી એસેસરીઝ સેનેટરાઇઝ દ્વારા રોજેરોજ સાફ સફાઇ કરી જંતુમુકત કરવામાં આવે.

(ર) ઓફીસમાં ફરજ બજાવતા કર્મચારી-અધિકારીઓ માટે ફરજીયાત સેનેટરાઇઝનો ઉપયોગ કરી હાથ, નિયત સમય અંતરે સાફ કરાવવામાં આવે અને તેની સમજ આપવામાં આવે તેમજ માસ્ક પહેરાવવામાં આવે. તેની કંપની તરફથી વ્યવસ્થા કરવામાં આવે.

(૩) બીલ કલેકશન સેન્ટરો ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને રેગ્યુલર સેનેટરાઇઝનો ઉપયોગ કરાવી હાથ સાફ કરાવવામાં આવે, માસ્ક પહેરાવવામાં આવે.

(૪) ફિલ્ફમાં બીલ કલેકશનની કામગીરી માર્ચએન્ડીંગના કારણોસર કરવામાં આવે છેજે સુરક્ષાના કારણોસર સત્વરે બંધ કરાવામાં આવે.

(પ) કંપનીમાં લાઇનોનું સમારકામ કરતા ટેકનીકલ કર્મચારીઓના વપરાશના ટુલ્સ, હેન્ડગ્લોઝ, હેલ્મેટ, સુઝ વગેરે જંતુમુકત કરવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

(૬) સબડીવીઝન લેવલે કાર્યરત ફોલ્ટ સેન્ટરોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સનેટરાઇઝ અને માસ્કની વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવે.

(૭) હાલના સમયમાં કોરોના વાયરસના સંક્રમણના પગલે ગ્રાહકો રૂબરૂ કમ્પલેઇન લખાવવા ફોલ્ટ સેન્ટર કે સબડીવીઝન કચેરીમાં આવે છે જેના માટે એક માર્ગદર્શિકા બહાર પાડી ગ્રાહકોને રૂબરૂના આવવા અને ફોન નંબર ઉપર જ ફરજીયાત કમ્પલેઇન લખાવવા જણાવવામાં આવે જે કર્મચારીઓ અને ગ્રાહકોના આરોગ્યના હિતમાં છે. જેથી સત્વરે વર્ધમાનપત્રોના માધ્યમથી  કે મીડીયાના માધ્યમથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.આ સહિતી કુલ બે ક્ષતિ મુદા અંગે પત્રમાં ધ્યાન દોરાયું છે.

(4:16 pm IST)