Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

તાપીના મહારાષ્ટ્ર બોર્ડર પરથી 64 લાખની કિંમતનો 573 કિલો ગાંજો ઝડપાયો: 6 આરોપીઓ ઝડપાયા

મહારાષ્ટ્ર બોર્ડર પર ઉચ્છલના બેડકીનાકા પાસેથી ટ્રકમાં હેરફેર થતો 573 કિલો ગાંજાના જથ્થા સહિત કુલ 64 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે

તાપીના મહારાષ્ટ્ર બોર્ડર પર ઉચ્છલના બેડકીનાકા પાસેથી બાતમી આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં હેરફેર થતો 573 કિલો ગાંજાના જથ્થા સહિત કુલ 64 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે કુલ છ આરોપીની અટકાયત કરી છે

  ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે, ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો હૈદરાબાદ થઇ ગુજરાતમાં મહારાષ્ટ્રના નવાપુરને અડીને આવેલ ઉચ્છલ ચેકપોસ્ટ થઈને અમદાવાદ તરફ જવાનો છે.

  તાપી જિલ્લાના એસઓજી અને સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ઉચ્છલના બેડકી નાકા નજીકથી ટ્રકમાં બનાવેલા ચોરખાનાઓમાં 573 કિલો ગાંજાના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડયા હતા. હાલ નશાનો કાળો કારોબાર ચલાવતા 6 આરોપીઓને તાપી પોલીસની લોકઅપમાં રાખવામાં છે. 

 

(9:18 pm IST)