Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીથી મળશે રાહત: પવનની દિશા બદલાતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ

અમદાવાદ : ગરમીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવનારા ચાર દિવસ સુધી ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. પશ્ચિમના પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્તા છે.

 હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઓછો થશે જેથી ગરમીમાંથી રાહત મળશે. અગાઉ પવનની દિશા ઉત્તરીય રહેતા હિટ વેવની આગાહી કરવામાં આવી હતી. જો કે પવનોની દિશા બદલાતા 4 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

હાલમાં લોકો ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. સવારે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવી રહ્યા છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં તાપમાન વધતા દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ ગયો છે.

(7:29 pm IST)