Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નોકરી માટે વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા ફી ખર્ચી નાખ્યા બાદ હવે દૂધસાગર ડેરીએ હાથ કર્યા અદ્ધર

ડેરી મેનેજમેન્ટ કોર્ષ પુરો કરનારા 76 વિદ્યાર્થીઓને નોકરી ન મળતા વિરોધ કરાયો

મહેસાણામાં દૂધસાગર ડેરી અને ગણપત યુનિવર્સીટીના સંયુક્ત ડેરી મેનેજમેન્ટ કોર્ષ પુરો કરનારા 76 વિદ્યાર્થીઓને નોકરી ન મળતા વિરોધ કરાયો છે. સમગ્ર મામલે ગણપત યુનિવર્સીટી સામે આજે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એક સેમિસ્ટરની 85 હજાર ફી વિદ્યાર્થીઓ પાસેથી વસુલ કરવામાં આવી હતી. ચાર વર્ષનો અભ્યાસ વિદ્યાર્થીઓ પૂર્ણ કર્યો છે. દૂધ સાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરીના માતાના નામથી શરુ કરાયેલી સંસ્થા કંકુબા પશુપાલન વિદ્યાપીઠ અને ડેરી સાઇન્સ દ્વારા શરુ કરાયેલા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને નોકરી આપવાની લાલચ આપવામા આવી હતી. જો કે સંસ્થાએ હાથ અધ્ધર કરી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

કંકુબા ઇન્સ્ટ્યુટના નામે વિદ્યાર્થીઓના ખાતામાં બે કરોડ રૂપિયા સેલરી પેટે દુરડા દ્વારા જમા થયા હતા.ડેરી સંચાલિત દુરડા શાખામાં વધુ એક કૌભાંડના એંધાણ છે. વિદ્યાર્થીઓ સહિત સિક્યોરિટી અને પોલીસ આમને સામનેના દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસને બોલવવાની ફરજ પડી. ડેરીમાં નોકરી ન મળતા 76 વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલો ઉભા થયા છે

(11:45 pm IST)