Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

' નમસ્તે ટ્રમ્પ' : સુરતના 500 ઉધોગપતિ વિશેષ આપશે હાજરી: બેઠક માટે ખાસ વ્યવસ્થા કરાઈ

કાર્યક્રમમાં હાજર રહેવા માટે 500થી વધુ ઉદ્યોગકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું: ખાસ વોલ્વોમાં મધરાત્રે પ્રસ્થાન કરશે

સુરત : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવી રહ્યા છે તેમની સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને દેશ સાથે વિદેશમાં વસતા લોકો ખાસ કરીને તેમના કાર્યક્રમ હાજરી આપવા ભારત આવી ગયા છે. સુરતથી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે 500 જેટલા ઉધોગપતિ જવાના છે, ખાસ વોલ્વો બસ દ્વારા અમદાવાદ ખાતે પોંહચીને ક્રાર્યક્રમમાં હાજરી આપવાના છે, આ માટે સુરતના ઉધોગપતિઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અમેરિકાના પ્રેસિડન્ટ અને ભારતના વડા પ્રધાન આગામી દિવસમાં અમદાવાદ ખાતે ખાસ આવવાના છે. મહાસત્તા એવા અમેરિકાના પ્રેસિડન્ટ ભારત આવી રહ્યા છે અને તેમાં પણ ગુજરાતના અમદાવાદના મહેમાન બની રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે અમદાવાદ સાથે ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો આવી રહ્યા છે. ખાસ કરીને ઉધોગપતિ તેમના આ કાર્યક્રમ હાજરી આપવાના છે, સુરતથી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખાસ 500 જેટલા ઉધોગપતિ અમદાવાદ જવાના છે.
  સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોની સાથે કાર્યક્રમમાં હાજર રહેવા માટે 500થી વધુ ઉદ્યોગકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ લોકો સુરતથી AC વોલ્વોમાં 500થી જશે, ટ્રમ્પના કાર્યક્રમમાં રાત્રે 2 વાગે નીકળીને સવારે 11 વાગે પહોંચશે સુરતના ઉધોગપતિ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પના સ્ટેજની સામે જ ઉદ્યોગકારો બેસી શકે તે પ્રમાણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને લઇને અમેરિકામાં રહેતા ગુજરાતીને તો ફાયદો થશે, સાથે ગુજરાતી ભારતમાં રહીને અમેરિકા સાથે સારી રીતે વેપાર કરી શકશે, તેવી આશા છે.

(9:34 pm IST)