Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મહિલા પો.કો.ની બાઝ નજરથી પ્રવાસીઓ પાસેથી ફળ કાપવાના સાધનો પકડાયા:સ્ટેચ્યુ પર રોજ મહિલા પ્રવાસીઓ પાસેથી ફળ કાપવાના ચપ્પુ જમા-કાતર જેવા સાધનો જપ્ત કરાય છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી હોય સુરક્ષા પણ એટલીજ જરૂરી છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ સતત બાઝ નજર રાખતા PSI કે.કે.પાઠક અને તેમની ટીમના મહિલા પો.કો.માં ગીતાબેન મગડીયાભાઈ વસાવા તથા ભારતીબેન દલસુખભાઈ તડવી સહિત નાઓ આધુનિક સ્કેનર મશીન ઉપર ફરજ બજાવતા હોય કોઈપણ પ્રવાસી અન અધિકૃત સામાન લઈ જઈ શકતું નથી તેમના ખાસ ચેકિંગ પછી એ સ્ટેચ્યુની અંદર જઈ શકે છે અને સ્ટેચ્યુની અંદર કોઈપણ પ્રકારની બેગો અને ખાવાની વસ્તુ લઈ જઈ શકાતી નથી માટે ચેકિંગ કર્યા બાદ એ લગેજ રૂમમાં જમા કરાવવી પડે પછી જ સ્ટેચ્યુની અંદર પ્રવસીઓને પ્રવેશ મળે છે 

   પીએસઆઇ કે.કે. પાઠક પણ પોતે ત્યાં ઉભા રહી ખાસ નજર રાખે છે.જોકે હાલમાં ગેટ નંબર ચાર અને પાંચ ઉપર કામ ચાલુ હોવાથી પબ્લિક એન્ટ્રી ગેટ નંબર ત્રણ ઉપરથી કરવામાં આવતી હોય ત્યાં આ ટિમ સતત અને ખાસ બંદોબસ્તમાં ખડેપગે જોવા મળે છે.આ ટીમની સતત નજર હોય રોજ મહિલા પ્રવાસીઓ પાસેથી ફળ કાપવાના સાધનો લગેજ માં દેખા દેતા તેને જપ્ત કરાય છે.

(6:16 pm IST)