Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમદાવાદ: આંકલાવના શખ્સને નોકરી અપાવવાનું કહી વિશ્વાસમાં લઇ છેતરપિંડી આચરનાર નરાધમને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

અમદાવાદ: શહેર ના એક વ્યક્તિને નોકરી અપાવવાના બહાને કુલ ૫૨૦૦ રૂપિયા પડાવી લઈને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરનાર એક શખ્સને ત્રણ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ચાલુ કેસ દરમ્યાન મુખ્ય આરોપીનું મોત થતાં તેને એબેટ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ગંભીરા પરંતુ આંકલાવ ખાતે રહેતા રાજુભાઈ ઉર્ફે રાજાભાઈ ખાનાભાઈ વણકરની સાસરી અમદાવાદ થતી હોય તેઓ અમદાવાદ ગયા હતા ત્યારે રામજીભાઈ પુંજાભાઈને મળ્યા હતા. અને તેમના બેકાર ફરતા પુત્ર જયંતિભાઈને નોકરી અપાવવાનું કહીને થોડો ખર્ચો થશે તેમ જણાવ્યું હતુ. રામજીભાઈ જો પુત્રને નોકરી મળતી હોય તો ખર્ચો કરવા માટે તૈયાર થઈ ગયા હતા. આંકલાવ આવેલા રામજીભાઈએ રાજુભાઈ અને દલપતભાઈને મળીને ૧૭૦૦ રૂપિયા આપ્યા હતા. જેથી બન્ને જણાં તેમને ઘરે લઈ ગયા હતા. જેથી રામજીભાઈને પાકો ભરોસો બેઠો હતો. ત્યારબાદ બીજા ચાર હજાર લઈને આંકલાવ આવવાનું કહેતા તારીખ ૧૧--૮૬ના રોજ રામજીભાઈ આંકલાવ આવ્યા હતા જ્યાં રાજુભાઈ ઉર્ફે રાજાભાઈ અને દલપતભાઈ ખાનાભાઈ વણકરે તેમની પાસેથી ૩૫૦૦ રૂપિયા લઈને વિધિ કરવી પડશે તેમ જણાવીને સ્મશાનમાં લઈ ગયા હતા જ્યાં વિધિ પતાવી ઘરે જતા કોઈ હાજર મળી આવ્યુ નહોતુ. જેથી પોતે આબાદ ઠગાયા હોવાનું લાગતાં તેઓએ આંકલાવ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરી હતી. અને તપાસ પૂર્ણ કર્યા બાદ આરોપનામુ રજૂ કર્યું હતુ.

(5:31 pm IST)