Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આણંદ નજીક સારસા-ખંભોળજ રોડ પર પુરપાટ ઝડપે જતા આઈશરે બાઇકને હડફેટે લેતા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ

આણંદ: જિલ્લાના સારસા-ખંભોળજ માર્ગ ઉપર ગઈકાલ સમીસાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક આયસર ટેમ્પાએ ઓવરટેકની લ્હાયમાં એક મોટરસાયકલને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જો કે મરણ જનાર યુવાન એક પોલીસકર્મીનો પુત્ર હોઈ આકસ્મિક મરણને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવ અંગે ખંભોળજ પોલીસે આયસર ટેમ્પાચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયેશભાઈ પારેખનો પુત્ર દેવલ (ઉં..૨૨) સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોઈ આણંદ ખાતે ગઈકાલે સમીસાંજના સુમારે ટયુશન ક્લાસ પતાવી પોતાની મોટરસાયકલ લઈને પરત આણંદથી ખંભોળજ જવા નીકળ્યો હતો

(5:23 pm IST)