Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુરત: મુંબઈના જવેલરને સુરત હોલમાર્ક કરાવવાના બહાને બોલાવી 27 લાખનો ચૂનો ચોપડનાર આરોપી પોલીસના સકંજામાં

સુરત:મુંબઇના જવેલરને સોનાની ચેઇન પર હોલમાર્ક કરવાના બ્હાને સુરત બોલાવી 898.390 ગ્રામ વજનની 46 નંગ સોનાની ચેઇન લીધા બાદ પરત નહિ આપી રૃા. 26.95 લાખની વિશ્વાસઘાત કરનાર ઘોડદોડ રોડના ગોલ્ડ માઇન નામના દુકાનદારના મિત્રની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

મુંબઇ પરેલ ટેન્ક રોડ સ્થિત અભિદે નગરમાં રહેતા વચનારામ સમેલારામ દેવાસી નામના જવેલરને વિશાલ નામના યુવાન સાથે પાંચેક મહિના અગાઉ પરિચય થયો હતો. વિશાલે વચનારામને દાગીના પર હોલમાર્ક માટે શહેરના ઘોડદોડ રોડ સ્થિત વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ગોલ્ડ માઇન નામની દુકાન ધરાવતા કેતન શાહ સાથે મુલાકાત કરાવી હતી. દરમ્યાનમાં વિશાલ અને કેતને વચનારામને દાગીના પર હોલમાર્ક કરાવી આપવાના બ્હાને મુંબઇથી સુરત બોલાવ્યો હતો. સુરત આવેલા વચનારામે 898.390 ગ્રામ વજનની સોનાની 46 નંગ ચેઇન કિંમત રૃા. 26.95 લાખની કેતનને હોલમાર્ક માટે આપી હતી. પરંતુ કેતને સોનાની ચેઇન પરત નહિ આપતા અંગે બે મહિના અગાઉ નોંધાયેલી ઠગાઇની ફરિયાદમાં પોલીસે ભેજાબાજ પ્રદીપભાઈ લઘુભાઈ ખાચર (.. 30 રહે. કોળીવાસ, વેળાવદર તા.ચુડા જિ.સુરેન્દ્રનગર) આગોતરા જામીન સાથે હાજર થતા ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યો હતો.

(5:22 pm IST)