Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વડોદરામાં બોર્ડની પરીક્ષાના ભયથી ધો.10ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવતા પરિવારમાં ગમગીની છવાઈ

વડોદરા: શહેરમાં બોર્ડ પરિક્ષાના ડરના કારણે ધો.૧૦ની વિદ્યાર્થિનીએ મંગળવારે સાંજે ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. માતા પિતા નોકરી પર ગયા હતા અને માતા નોકરી પરથી પરત ફરી અને ઘર ખોલ્યુ તો પુત્રીનો મૃતદેહ પંખાના હૂક પર લટકતો જોઇને હતપ્રત થઇ ગઇ હતી.

શહેરની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા સ્મિતલભાઇ પટેલ નિઝામપુરામાં સ્વામિનારાયણ નગરની બાજુમાં સોનલ એન્ક્લેવમાં રહે છે. તેમના પત્ની ખાનગી સ્કૂલમાં ટિચર છે જ્યારે બે પુત્રીઓ પૈકી મોટી પુત્રી રૃશિતા ધો.૧૦માં ગુજરાત પબ્લિક સ્કૂલ-છાણી ખાતે અભ્યાસ કરતી  હતી જ્યારે નાની પુત્રી પણ અભ્યાસ કરે છે. મંગળવારે નિત્યક્રમ મુજબ  સ્મિતલભાઇ અને તેમના પત્ની જોબ પર જતા રહ્યા હતા જ્યારે નાની પુત્રી વડોદરામાં રહેતા મામાના ઘરે ગઇ હતી એટલે રૃશિતા ઘરે એકલી હતી. રૃશીતાના માતા સાંજે વાગ્યે નોકરી પરથી ઘરે પરત ફર્યા અને ઘરનો દરવાજો ખોલ્યો તો રૃશીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ફતેગંજ પોલીસે મામલે તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર વિદ્યાર્થિની પરીક્ષાના ટેન્શનમાં રહેતી હતી.

(5:21 pm IST)