Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રમ્પને આવકારવા રસ્તા પર ઉભા રહેનારા લોકોને ચણા-પુરી-મોહનથાળનું જમણ

રોડ શોના લોકોને વિવિધ સેન્ટર પરથી ઉપડનારી બસમાં જ ફુડ પેકેટ આપી દેવાશે રોડ શો પત્યા બાદ પાછા ફરતી વખતે બસમાં પણ વેફર-પેંડા જેવો હળવો નાસ્તો અપાશે મ્યુનિ. દ્વારા રૂ.૧.૩૦ કરોડના ખર્ચે ફુડ પેકેટનો કોન્ટ્રાકટ અપાયો

અમદાવાદ તા. ર૦ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી તા.ર૪ ફેબ્રુઆરીએ મોઢેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર મુલાકાતમાં મ્યુનિ. કોર્પોરેશનના સતાવાળાઓ દ્વારા ભવ્ય તૈયારી થઇ રહી છે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને વધુ ને વધુ ભપકદાર બનાવવા માટેતંત્રએ ભારે કવાયત આરંભી છે એરપોર્ટથી મોઢેરા સ્ટેડિયમથી  ગાધી આશ્રમ સુધીના સંભવિત રોડ શોના આશરે રર કિ.મી. લાંબા રૂટ પર એક લાખથી વધુ લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીને ઉમળકાભેર આવકારશે, દરમ્યાન રોડ શોના દર્શકોને રોડ શોમાં ભાગ લેતા પહેલા ચણા-પુરી અથવા પુરી-શાકનો મોહનથાળ સાથેનો હેવી નાસ્તો અપાશે, જેના કારણે ચારથી પાંચ કલાક સુધી આ લોકો રોડ શો માટે ઉભા રહી શકશે.

અગાઉ રોડ શોના મુલકાતીઓની સંખ્યા અંગે ખુદ મ્યુનિ. તંત્ર અને ભાજપના શાસકો વચ્ચે મતભેદ ઉભા થયા હતા પરંતુ હવે રોડ શોના રૂટ પર એક લાખથી વધુ લોકો અમેરિકા અને ભારતના ધ્વજ સહિત આ બંને મહાનુભાવોને આવકારતા પ્લ્ેકાર્ડ-બેનર સાથે ઉભા રેશે તે બાબત નિશ્ચિત બની છે આટલી મોટી સંસ્થામાં લોકો સવારના ૬ વાગ્યાથી રોડ શોના રૂટ પર ઉભા રહેનાર હોઇ તેમના માટે મ્યુનિ. તંત્ર દ્વારા હેવી નાસ્તાની પણ વ્યવસ્થા કરાશે.

એરપોર્ટનો સમાવેશ ધરાવતા ઉતર ઝોનમાંં કુલ આઠ વોર્ડ હોઇ તમામ વોર્ડ માટે એક-કે ડિસ્પેન્સિંગ સન્ટર ઉભું કરાયું છે. પ્રતિ સેન્ટર માટે પાંચ એએમટીએસ બસ  ફાળવાઇ છે. સવારના ૮ વાગ્યાથી આ બસ મારફતે રોડ શોન રૂટ પર લોકોને લઇ જવાશે. સવારના ૧૦-૩૦ સુધીમાં લોકોને રૂટ પર પહોંચતા કરવાના હોઇ તંત્ર દ્વારા એએમટીએસ બસમાંં બેસાડતા પહેલા હેવી નાસ્તો પુરો પડાશે આ હેવી નાસ્તો બસમાં જ કરવો પડશે અને તેની પેપર ડીશ સહિતનો વેસ્ટ તંત્રના કર્મચારી બસમાં જ એકત્ર કરી લશે. વતળી મુસાફરીમાં પણ આ લોકોને જે તે વોર્ડના ડિસ્પેન્સિં સેન્ટરમાં પરત લવાશે અને તે વખતે ફોલેા સિંગ-ચણા,બુંદ, ગાંઠીયા, વેફર, બિસ્કિટ, સુકી કચોરી કે પેંડા જેવો હળવો નાસ્તો અપાશે.

મ્યુનિ. સત્તાવાળા દ્વારા હેવી નાસ્તામાં ચણા-પુરી અને પુરી-શાકની સાથે મોહનથાળ આપવાની વિચરણા હાથ ધરાઇ છે કેટલાક ઝોનમાં પ્રતિ ડિશ રૂ.૯૦ થી ૯પના ભાવે હેવી નાસ્તો પુરો પાડવાનો કોન્ટ્રકટ પણ અપાઇ ગયો છે. જયારે બુંદી-ગાંઠીયા, પેંડા, વેફર જેવો હળવો નાસ્તો પ્રતિ ડિશ રૂ.પ૦ની આસપાસના ભાવે પડશે.

જાણકાર સુત્રો કહે છે, એક લાખથી વધુ લોકો રોડ શોમાં ઉમટી પડવાના હોઇ તેમને હેવી નાસ્તો અને હળવો નાસ્તો એએમટીએસ બસમાં પુરો પાડવાની વ્યવસ્થા પાછળ મ્યુનિ. તંત્રને રૂ.૧૩૦ કરોડથી વધુનો ખર્ચ થશે. જો કે આ તમમા તૈયારી યુદ્ધના ધોરણે કરવાની હોઇ જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ કમિશનર દ્વારા જે તે કોન્ટ્રાકટરને પોતાના ઝોનના નિર્ધારિત લોકોના આધારે ઓર્ડર આપવાની સુચના અપાઇ છે ઉતર ઝોનમાં સૌથી વધુ રપથી ૩૦ હજાર લોકો રોડ શોમાં ભાગ લશે જયારે અન્ય ઝોનમાંથી પણ ઓછામાં ઓછા પાંચથી છ હજારથી વધુ લોકો ભાગ લેશે, જોકે તમામ નાગરીક માટે અધારકાર્ડ સહિતની પોલીસ વેરિફીકેશન જેવી ઓળખ સાથે રાખવી ફરજીયાત છે અને ઓળખના આધારે બસમાં બેસાડવામાં આવશે એએમટીએસ દ્વારા રોડ શો માટે રપ૦ થી વધુ બસની વ્યવસ્થા કરાઇ છે.

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં લોકોને ચોકલેટ, ચીકી, ફરસીપુરી અપાશે

અમદાવાદ : 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા લોકોને ચોકલેટ, ચીકી, ફરસીપુરી, ચવાણું તેમજ અથાણાનું ફુડ આપવામાં આવશે લોકો માટે જિલ્લા કક્ષાએ તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ફુડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઇ જવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની કુલ ૩ર૪ એસ.ટી.બસ દોડાવવામાં આવશે. ઉપરાંત પ્રત્યેક એસ.ટી. બસમાં આપેલા સુપરવાઇઝરને લોકોને કયાં બેસાડવા તેમજ કાર્યક્રમ બાદ નિયત બસમાં લઇ જવાની જવાબદારી સોંપાઇ છે.

(4:04 pm IST)