Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રમ્પની મુલાકાતને પગલે સુરક્ષાની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ :દરેક ઓફિસરને સોંપાઈ જવાબદારી

સ્ટેડિયમની જવાબદારી અજય તોમરને ફાળે : એરપોર્ટની નિપુણા તોરવણેને જવાબદારી સોંપાઈ :તમામ રૂટની જવાબદારી સમશેરસિંઘને શિરે

અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ અમદાવાદ પહોંચે તે પહેલા જ તેમના સ્વાગત અને સલામતીનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. મહેમાનોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. જેના પગલે એરપોર્ટ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી . જેમાં શહેરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એનએસજી અધિકારીઓ સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા 

 એરપોર્ટની આ મીટિંગ મોદી-ટ્રમ્પની સુરક્ષાના પશ્નોને લઇને યોજાઇ હતી  જેમાં દરેક કર્મીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપાઇ હતી. સ્ટેડિયમની જવાબદારી સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરને સોંપાઇ છે જયારે એરપોર્ટની તમામ જવાબદારી સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર નિપુણા તોરવણેને સોંપાઇ છે  એરપોર્ટથી મોટેરા સુધીના તમામ રૂટની જવાબદારી સમશેર સિંઘને સોંપવામાં આવી છે.

(11:32 am IST)