Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ધોળકા પંથકમાં ભેદી વાયરસના કારણે 50 શ્વાનના મોત: આરોગ્ય તંત્ર દોડ્યું : લોકોમાં ભયનો માહોલ

આરોગ્ય વિભાગ દ્વારા પશુ ડૉકટરની બે ટીમ ગામમાં મોકલાઈ

 

ધોળકાના એક ગામમાં ભેદી વાયરસના કારણે 50થી વધારે શ્વાનના મોત થતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેદી વાયરસથી આટલી મોટી સંખ્યાના શ્વાનના મોત થતાના કારણે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

રિપોર્ટ અનુસાર ધોળકાના જવારાજ ગામમાં રખડતા શ્વાનમાં કોઈ ભેદી વાયરસની અસર જોવા મળી છે. આ વરયાસના કારણે અત્યાર સુધીમાં 50 જેટલા શ્વાનના મોત નીપજ્યા છે. આ સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા પછી આરોગ્ય વિભાગને થતા તંત્ર દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પશુ ડૉકટરની બે ટીમ ગામમાં મોકલવામાં આવી છે.

ડૉકટરોની ટીમ દ્વારા ભેદી વાયરસના કારણે મૃત્યુ પામેલા શ્વાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને વાયરસની ઝપેટમાં આવેલા 40 જેટલા શ્વાનની સારવાર શરૂ કરવામાં આવી છે. ડૉક્ટરોએ શ્વાનના લોહીના સેમ્પલ અને ગામના કુવા અને તળાવનું પાણીના પણ નમૂના લઇને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ નમુનાઓના રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે કે, ક્યા વાયરસના કારણે શ્વાન બીમાર પડી રહ્યા છે અને આ વાયરસથી મનુષ્યને કોઈ અસર થાય છે કે નહીં.

આ સમગ્ર મામલે પશુ ડૉકટરો ગામમાં 24 જેટલા શ્વાનના મોત થયું હોવાનું કહી રહ્યા છે પણ તેની સામે ગામમાં લોકો 50 શ્વાનના મોત નીપજ્યા હોવાનું જણાવી રહ્યા છે. ડૉક્ટરોના કહ્યા અનુસાર શ્વાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ તેના મોતનું સાચુ કારણ જાણી શકાશે.

(12:37 am IST)