Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

અંકલેશ્વરમાં હોટલ વેલકમ પાસે આંગડીયા કર્મી લૂંટાયા : પાંચ લાખ ભરેલ થેલો ઝુંટવીને બે બાઇક સવાર ફરાર

 

અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ વેલકમ નજીકના રસ્તે એક થેલામાં રૂપિયા પાંચ લાખ ગઈ જતા આંગડીયા કર્મી પાસે બે અજાણ્યા બાઇક ચાલકો થેલો ઝુંટવી રૂપિયા પાંચ લાખ લઈ ફરાર થઈ ગયા ની પોલીસ ફરીયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે.

  મળતી વિગત મુજબ બાબુભાઈ કાંતીલાલ આંગડીયા પેઢીમાથી બગલ થેલામાં ધંધાના રૂપિયા પાંચ લાખ લઈ જમણા ખભે પૈસાનો થેલો ભેરવી ચાલતા ચાલતા તેમની આસ્થા હોસ્પિટલ પાસે આવેલ નટવરભાઈ ચીનુભાઈ આંગડીયાપેઢીની ઓફીસે જતા હતા. દરમ્યાન વેલકમ હોટલના ખુણા પાસે બે અજાણ્યા બાઈક સવાર આવી જેમાં પાછળ બેસેલ ઈસમે રૂપિયાનો થેલો લઈ ઓફીસી જતા નટવરભાઇના જમણા ખભા માથી પૈસાનો થેલો એકદમ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા.

જે અંગે તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળના સી.સી.ટીવી. ફૂટેજ મેળવી અજાણ્યા બાઇક સવારોને શોધવા કવાયત આરંભી છે.

(10:48 pm IST)