Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

બેંકનું કામ પતાવી પરત ફરી રહેલા બે સગા ભાઇના મોત

બાબરા રોડ પર બે બાઇક અને કાર વચ્ચે અકસ્માત : બનાવને પગલે પંથકમાં ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ : અકસ્માત સર્જનાર કારચાલક નાસી છૂટયો

અમદાવાદ,તા. ૨૦ : અમરેલી જિલ્લાના બાબરાના કરીયાણા રોડ પર બે બાઈક અને કાર વચ્ચે ગંભીર જીવલેણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. કાર ચાલકે બે બાઈકસવારોને અડફેટે લીધા હતા, જેના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને બંને ભાઇઓના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. તો, અકસ્માતને લઇ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બનાવને પગલે થોડી વાર માટે બાબરાના કરિયાણા રોડ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અમરેલી જિલ્લાના બાબરાના કરીયાણા રોડ પર બે બાઈક અને કાર વચ્ચે ગંભીર જીવલેણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેંકનું કામ પતાવી બાઈક પર પરત ફરી રહેલા બે સગા ભાઇઓ ડાહયાભાઈ મનજીભાઈ જાદવ અને નરસિંહભાઈ મનજીભાઈ જાદવ આ અકસ્માતમાં અકાળે કાળનો કોળિયો બની ગયા હતા. એક કારચાલકે બે બાઇકને અડફેટે લેતાં આ ગંભીર અને જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેંકનું કામ પતાવીને બાઇક પર ઘરે પરત ફરી રહેલા બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બે સગા  ભાઇઓના મોતને પગલે સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ અકસ્માત સર્જનાર અને બાઇકને અડફેટે લેનાર  કારચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી ગયો હતો. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જેના કારણે થોડીવાર માટેબાબરાના કરિયાણા રોડ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

(9:24 pm IST)