Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

આણંદ જિલ્લામાં ત્રણ કલાકમાં ત્રણ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ શખ્સ કાળનો કોળિયો બન્યા

આણંદ:જિલ્લામાં ગઈકાલની સાંજ જાણે કે કાળ લઈને આવી હોય તેમ અડધા કલાકમાં સર્જાયેલા ત્રણ જુદા-જુદા અકસ્માતોમાં ત્રણના મોત થયા હતા. આ અંગે જે તે પોલીસે ગુનાઓ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર નડીઆદ તાલુકાના ચલાલી ખાતે રહેતા રમણભાઈ જેસંગભાઈ પરમાર શાકભાજીની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સુમારે શાકભાજી વેચીને પોતાની લારી લઈ ઘર તરફ જતા હતા. સાતેક વાગ્યાના સુમારે તેઓ વણસોલ ગામની સીમમાં આવેલી શ્રી રામ રાઈસ મીલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી મારૂતિકાર નંબર જીજે-૨૩, એએન-૨૦૪૫એ ટક્કર મારતાં તેઓ ઉછળીને રોડ પર ફંગોળાયા હતા જ્યારે લારી પણ ઊંધી પડી જવા પામી હતી. જેમાં તેમને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત થયું હતુ. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાન અને ભાલેજ પોલીસને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને રમણભાઈને તપાસીને ૧૦૮ના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ભાલેજ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(5:29 pm IST)