Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વાપીના પારડીમાં સોશિયલ મીડિયામાં યુવતી સાથે મિત્રતા કરી યુવાને અશ્લીલ ફોટા વાયરલ કરી દેતા મામલો ગંભીર

વાપી:૫ારડી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતિ સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થયા બાદ યુવાને તેના નગ્ન ફોટા ઈસ્ટાગ્રામ પર વાયરલ કરી તું મારી સાથે લગ્ન નહીં કરે તો ઈન્ટરનેટ પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવાન લાંબા સમયથી જુદા-જુદા નંબરથી યુવતિને હેરાન-પરેશાન કરતો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

પારડી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૯ વર્ષીય કામીની (નામ બદલ્યુ છે.)ના ફેસબુક આઈડી પર હાર્દિક નામના યુવાને રીકવેસ્ટ મોકલ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંને સોશિયલ મીડિયા અને મોબાઈલથી વાતચીત કરતા હતા. આશરે ૭ મહિના અગાઉ યુવાને વિડીયો કોલ કર્યો તે વેળા કામીનીના નગ્ન ફોટાના સ્ક્રીનસોટ લઈ ઈસ્ટગ્રામ પર વસલ ૨૦૮૮૮ના આઈડી પર અપલોડ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.કામીનીએ હાર્દિક સાથે વાતચીત કરવાનું બંધ કરતા અવાર નવાર ફોન કરી હેરાન કરતો હતો. અને કામીનીને તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા ફોટા ઈન્ટરનેટ પર વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો હતો.

 

 

(5:27 pm IST)