Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલે પરિવારને આઈસ્ક્રીમ પાર્ટી આપ્યા બાદ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

ભગંદરની બીમારીથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ

 

વડોદરા :શહેરના પ્રતાપ નગર પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે પરિવારને આઇસ્ક્રીમની પાર્ટી આપ્યા બાદ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. સયાજીગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ભગંદરની બિમારીથી છૂટકારો મેળવવા માટે અંતિમ પગલું ભર્યું હોવાની વિગતો બહાર આવી છે.

  જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ લાઇનમાં બ્લોક નં. બી-26, મકાન નં. 349માં પો.કો. સુરજીતભાઇ બાબુલાલ વર્મા (ઉં..38) પત્ની મંજુબહેન અને બે સંતાનો ભૂમિ (ઉં..11) અને વિવેક (ઉં..8) સાથે રહેતા હતા. અને સયાજીગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. જીવાદોરી ટુંકાવી લેનાર પોલીસ કોન્સ્ટેબલ સુરજીત વર્મા ભગંદરની બિમારીનો ભોગ બન્યા હતા. છેલ્લા 10 દિવસથી તેઓ વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે સમી સાંજે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(12:12 am IST)