Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

 

સુરતઃ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કૃષ્ણા ડાઈંગ મીલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને પગલે  કામદારો સહિત આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થયો હતો. આગના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતાં. આગનું કારણ હજુ જાણી શકાયું નથી  સદનસીબે આગમાં કોઈ ઈજા જાનહાનિના સમાચાર મળ્યાં નથી.

(10:59 pm IST)