Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બજેટમાં ઇઝ ઓફ લિવિંગ જેવું ક્યાંય દેખાતું નથી :જાહેરાતો ભ્રામક ;ભરતસિંહ સોલંકી

ટેકાના ભાવ બમણા આપવાનું શું થયું ?:ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં સરકાર નિષ્ફ્ળ ;પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડાની કોઈ વાત નથી

 

રાજકોટ :આજે વિધાનસભામાં રજુ થયેલ બજેટ અંગે પ્રતિક્રિયા અપાતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બજેટને વખોડતા તેમણે  સવાલ ઉઠાવતા પૂછ્યું કે ખેડૂતોને ટેકાના બમણા ભાવ આપવાની કેન્દ્ર જાહેરાતનું શું થયું.? બજેટની જાહેરાતો ભ્રામક હોવાનું કહીને ભરતસિંહે જણાવ્યું હતું કે બજેટમાં ઈઝ ઓફ લિવિંગ જેવું ક્યાંય દેખાતુ નથી.

  ભારતસિંહે સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે તેવો આરોપ લગાવતા કહ્યું હતું કે સરકારે બજેટમાં મોંઘવારી ઘટાડવા કોઈ પગલા ભરાયા નથી. પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની કોઈ વાત નથી.

(10:11 pm IST)