Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુરત :વરાછામાં સગા સાઢુભાઈનો જીવેલણ હુમલો:પત્ની સાથે આડાસંબંધની શંકાથી છરીના ઘા ઝીક્યા:ધરપકડ

સાળીને ગાડીમાં બેસાડી રણછોડભાઇ લગ્નમાં લઇ જતા અરવિંદભાઈએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી હુમલો કર્યો

સુરત :વરાછા વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટર પર સગા સાઢુભાઇએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી ઝઘડો કરી છરીના ઘા ઝીંકાયા હતા. બચાવવા વચ્ચે પડેલા ટ્રાન્સપોર્ટરના પુત્ર પર પણ હુમલો કરાયો હતો. ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વરાછામાં ઉમિયાધામ રોડ પર ન્યુ સોના એપાર્ટમેન્ટમાં રહેતા રણછોડભાઇ લવજીભાઇ પેથાણી (..૫૯, મૂળ ધારપરા, અમરેલી) ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગત તા.૧૮મીએ સાંજે ઘર પાસે તેમના પર નાના સાઢુભાઇ અરવિંદ અજણભાઇ ઝાલાવડિયા (રહે- સંગના સોસાયટી, શ્યામધામ ચોક, સરથાણા) હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અરવિંદભાઇ ભોગ બનનારા રણછોડભાઇના નાના સાઢુભાઇ થાય છે.

અરવિંદભાઇને સાઢુભાઇ પર પત્ની સાથે અફેર હોવાનો વહેમ હતો. સાળીને ગાડીમાં બેસાડી રણછોડભાઇ લગ્નમાં લઇ ગયા હતા, બાબતે રણછોડભાઇના ઘરે જઇ તેમની પત્ની સાથે ઝઘડો કર્યા બાદ અરવિંદભાઇએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ભારે હંગામો કર્યો હતો. ત્યારબાદ આવેશમાં આવી છરા વડે રણછોડભાઇ પર હુમલો કર્યો હતો.

(10:08 pm IST)