Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વાપી-સેલવાસ રોડ પર લવાછા ગામે છરીની અણીએ 18 લાખની લૂંટ :આંગડિયા પેઢીના કર્મીઓ પાસેથી ત્રણ બેગ લૂંટી કારસવાર લૂંટારુ ફરાર

સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સોએ આંગડિયા કર્મીની રિક્ષાને આંતરીને ચપ્પુ બતાવી આંખમાં સ્પ્રે છાંટીને ત્રણ બેગ લઈને ફરાર

સુરત :વાપી સેલવાસ રોડ પર આવેલા લવાછા ગામે સોમવારે મોડી સાંજે સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઓટો રિક્ષાને આંતરી રિક્ષામાં સવાર આંગડિયા પેઢીના ત્રણ કર્મીઓને ચપ્પુની અણીએ રોકડા ૧૮ લાખ ભરેલી ત્રણ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ હતી.

મળતી વિગત મુજબ સેલવાસ ખાતે આવેલા રમેશ અંબાલાલ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી ધર્મેન્દ્ર પી. પટેલ અને કમલેશ અને રમેશ કાંતિલાલ પેઢીનો કર્મચારી સોમવારે મોડી સાંજે સેલવાસથી વાપી આવવા રિક્ષામાં આવતા હતા. ઓટો રિક્ષા (નં. જીજે--વાયવાય-૫૭૫૮)માં ત્રણે કર્મચારી બેસી વાપી આવી રહ્યા હતા, ત્યારે લવાછા ગામે સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સોએ રિક્ષાને આંતરી ચપ્પુ બતાવી આંખમા સ્પે છાંટી ૧૮ લાખની ત્રણ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં નાકાબંધી ગોઠવી છતાં પોલીસને સફળતા મળી હતી.

 લવાછામાં સોમવારની મોડી સાંજે થયેલી લૂંટની ઘટનાથી પોલીસ દોડતી થઈ જવા છતાં બીજા દિવસ સુધી લૂંટારુ ટોળકીને પકડવામાં નિષ્ફળ રહેલી છે. જો કે લૂંટારુને પકડી પાડવા ચક્રો તેજ ગતિમાન કર્યા છે.

(10:08 pm IST)