Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુરત મનપાની બજેટની સામાન્ય સભામાં હોબાળો :કોંગ્રેસના દિનેશ કાછડીયા સસ્પેન્ડ

બ્રિજના ઉદ્ધઘાટન મામલે ભાજપના જગદીશ પટેલની બેન્ચ સુધી ધસી જતા મામલો ઉગ્ર બન્યો

સુરતઃ મહાનગર પાલિકાના બજેટની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. ભાજપના કોર્પોરેટર જગદિશ પટેલના નિવેદન મામલે સામાન્ય સભામાં હોબાળો થયો હતો.બ્રિજના ઉદ્ધાટન મામલે કોંગ્રેસના દિનેશ કાછડિયાએ જગદિશ પટેલની બેન્ચ સુધી ધસી જઈને ઉગ્ર વિરોધ કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. મેયરે દિનેશ કાછડિયાને બજેટસભામાંથી સસ્પેન્ડ કર્યા હતા .

(10:07 pm IST)