Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

છેલ્લા એક વર્ષમાં વડોદરામાં 2000 દંપતીઓ જુદા થયા હોવાનો સર્વે

વડોદરા:છેલ્લા એક માસમાં વડોદરાની ફેમિલી કોર્ટમાં ૨૨૩ જેટલા નવા કેસો દાખલ થયા છે.આ આંકડા દર્શાવે છે કે, પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને છૂટાછેડાના કિસ્સા વધ્યા છે. છૂટાછેડાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોવાનું શહેરના ધારાશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

શહેરના અન્ય એક ધારાશાસ્ત્રીનું કહેવું છે કે, અમારા પાસે છૂટાછેડા માટે કેસ કરવા માટે આવતા પતિ-પત્નીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ આ પ્રકારના કેસ વધી રહ્યાં છે એવું કહેવું ખોટું નથી. તજજ્ઞાોનું માનીએ તો છૂટાછેડાના કેટલાક કિસ્સા એવા હોય છે કે, અદાલત સુધી પહોંચતા જ ન હોય. ગ્રામ્ય વિસ્તારોમાં અને ચોક્કસ કેટલાક ધર્મોમાં સમાજના મોભીઓની હાજરીમાં જ છૂટાછેડાનો નિર્ણય લેવાઇ જતો હોય છે. આ પ્રકારે થયેલા છૂટાછેડાની સંખ્યાનો કોઇ ચોક્કસ આંકડો પ્રાપ્ય નથી.

(6:32 pm IST)