Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

લગ્નનું ખોટું સર્ટિફિકેટ બનાવી આણંદના ડોક્ટર પાસેથી પૈસા પડાવનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:ખાતે રહેતા એક ડોક્ટર સાથે લગ્નનું બોગસ સર્ટીફીકેટ બનાવીને તેના આધારે પૈસા પડાવવાનો પેંતરો રચતાં પિતા-પુત્રી વિરૂદ્ઘ સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. નવાઈની વાત તો એ છે કે બે દિવસ પહેલાં યુવતીએ ડોક્ટર વિરૂધ્ધ પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા હોવા છતાં પણ તેણીની સાથે લગ્ન કર્યાની છેતરપીંડીની ફરિયાદ કોર્ટ મારફતે આપી હતી પરંતુ સોજીત્રા પોલીસે માત્ર એનસી જ ફરિયાદ લીઘી હતી.
ડોક્ટર મિનેષકુમાર નરેન્દ્રભાઈ ત્રિવેદીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ અને ડોક્ટર પત્ની કવિતાબેન સાથે સરલા પ્રસુતિગૃહ નામનુ દવાખાનું ચલાવે છે. ૨૦૦૬મા નયનાબેન રણછોડભાઈ પ્રજાપતિ નામની યુવતી તેમના સરલા પ્રસુતિગૃહમાં આવી હતી અને તેમની પત્ની કવિતાને મળીને આર્થિક પરિસ્થિતિ નબળી હોય નોકરીએ રાખવા માટે વિનંતી કરી હતી. જેથી કવિતાબેને ડોક્ટર મિનેષકુમારની મંજુરીથી તેણીને દવાખાનાનું કામ શીખવા માટે રાખી હતી. પરંતુ તેણીની વર્તુણુક સારી ના હોય એક મહિનાની અંદર જ તેને છુટી કરી દીધી હતી. ત્યારબાદ તેણીએ ૨૦૦૮માં મુંબઈ ખાતે રહેતા મયુર નામના યુવાન સાથે લગ્ન કરી લીઘા હતા. લગ્નજીવન દરમ્યાન સગર્ભા બનતા તેણીએ આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને સરલા પ્રસુતિગૃહમાં પ્રસુતિ કરાવવાની વિનંતી કરતાં ત્યાં પ્રસુતિ કરાવવામા આવી હતી.

(6:27 pm IST)